અમદાવાદ,તા.રપ
હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજ વર્ષ-ર૦૧૯ માટેના હજ યાત્રિઓના વેઈટીંગ લીસ્ટ ક્રમાંક ૦૧થી ર૬૬ પ્રોવિઝનલ સિલેકશન કરવામાં આવેલ છે. જેથી જે હજ અરજદારોને કુર્રા (ડ્રો)માં અપાયેલ વેઈટીંગ નં.૦૧થી ર૬૬ ધરાવતા હોય તેઓએ હાલમાં રૂા.૮૧,૦૦૦+ ૧,ર૦,૦૦૦-ર,૦૧,૦૦૦ રકમ ભરવાની થાય છે. આ રકમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (કોર ગ્રુપની) કોઈપણ શાખા દ્વારા હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩ર૧૭પ૦ર૦૦૧૦ અથવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતા નં.૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯ માં ભરવાના રહેશે.
હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના સરકયુલર સાથે આપેલ પે-ઈન-સ્લીપની ઓરિજનલ કોપી, ઓરિજનલ પાસપોર્ટ, પાસપોર્ટ સાઈઝનો એક કલર ફોટો તેમજ મેડિકલ સર્ટિ., ફિટનેશ સર્ટિફિકેટ (એમ.બી.બી.એસ. અથવા ગવર્નમેન્ટ ડોકટર દ્વારા પ્રમાણિત), ફકત હજ હાઉસ, કાલુપુર અમદાવાદને મોડામાં મોડું તા.પ-૪-ર૦૧૯ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉકત પૈસા ભરવાની પે-ઈન-સ્લીપ તથા મેડિકલ સ્કીંનીગ અને ફિટનેશ સર્ટિ. હજ ગાઈડલાઈન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈની વેબસાઈટ www.hajcommittee.gov.in પરથી ડાઉનલોડ કરી લેવા અથવા હજ હાઉસ કાલુપુર અમદાવાદ ખાતે રૂબરૂમાં મેળવી લેવા જણાવાય છે. પૈસા ભરવાની સ્લીપમાં બેન્ક રેફરન્સ નંબર લખવો ફરજિયાત છે.
તાજેતરમાં મળેલ કવોટા ઉપરાંત બીજો કવોટા રિલીઝ થવાની શકયતાના આધારે વેઈટીંગ નં.ર૬૭થી ૧૦૦૦ સુધીના અરજદારોને પણ ઉપર જણાવ્યા મુજબના ડોકયુમેન્ટ (પે-ઈન-સ્લીપ સિવાય) હજ હાઉસ, કાલુપુર, અમદાવાદ ખાતે જમા કરાવવા જણાવવામાં આવે છે. આ અરજદારો અત્યારે કોઈ રકમ જમા કરાવી શકશે નહીં. પરંતુ હવે પછી પૈસા ભરવાની સુચના અલગથી આપવામાં આવશે. આ અરજદારોએ પફોર્મા મુજબ બાંહેધરી આપવાની થશે. એમ ગુજરાત રાજય હજ સમિતિના સચિવ આર.આર. મનસુરીએ એક યાદીમાં જણાવ્યું છે. આ ઉપરાંત haj.gujarat. gov.in/Downloads2019,htm પરથી ડાઉનલોડ કરી શકાશે.