કોરોના સંક્રમણ અને વેક્સિનના પ્રથમ ડોઝ વચ્ચેના લાંબા અંતરાલથી એન્ટિબોડીઝનો પ્રતિસાદ વધે છે એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે
(એજન્સી) તા.૩
કોવિડ-૧૯ જેના કારણે થાય છે તે વાયરસ સાર્સ-સીઓવી-૨ સામે એન્ટિબોડીનું લેવલ એવા લોકોમાં ટકાઉ હોય છે કે જેઓ આ રોગ દ્વારા પહેલા સંક્રમિત થયાં હોય અને ત્યારબાદ વેક્સિનના બે ડોઝ લીધાં હોય. આમ જે લોકોનું સંક્રમિત થયા વગર માત્ર વેક્સિનેશન થયું હોય તેમની તુલનાએ આવા લોકોમાં વધુ એન્ટિબોડી હોય છે એવું એક અભ્યાસમાં જણાવાયું છે. મેડિકલ એસોસિએશનના એક પ્રમુખ દ્વારા સંશોધન હેઠળ ફાઇઝર-બાયોએન્ટેક અથવા મોડર્ના બંને ડોઝ લીધાં હોય એવા અમેરિકાના ૧૯૬૦ હેલ્થ કેર વર્કર્સને આવરી લેવામાં આવ્યાં હતાં તેમાંના ૭૩ લોકો સાર્સ-સીઓવી-૨થી સંક્રમિત થઇ ગયાં હતાં. આ ૭૩નું બે ગ્રુપમાં વિભાજન કરાયું હતું. એક ગ્રુપમાં એવા લોકોને આવરી લેવામાં આવ્યાં હતાં કે જેઓ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાંના ૯૦ દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયાં હતાં. વેક્સિનનો પ્રકાર, ઉંમર, લિંગ અને એન્ટિબોડી લેવલ સાથે પૂર્વ સંક્રમણ મેચ કરીને તુલના કરવામાં આવી હતી. આ માટે જુદા જુદા સમયગાળાના અંતરે અને પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના અંતર સાથે તુલનાત્મક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પરથી એવું બહાર આવ્યું છે કે સંક્રમણ અને પ્રથમ વેક્સિન ડોઝ વચ્ચેના લાંબા અંતરાલથી એટલે કે લાંબા સમયગાળાથી એન્ટિબોડી પ્રતિસાદ વધે છે એવું જ્હોન્સ ઓપકિન્સ યુનિવર્સિટી ઓફ મેડિકલ ખાતેના પ્રોફેસર અને અભ્યાસના વરિષ્ઠ લેખક આરોન મિલ્સ્ટોને જણાવ્યું હતું. હવે અગાઉથી સંક્રમિત લોકોમાં વેક્સિનેશન બાદની સક્ષમતા વધી છે અને આ સક્ષમતા વાયરસ પ્રત્યે કેટલી વખત એક્સપોઝ થાય છે તેના કારણે છે અથવા બે એક્સપોઝર સમયાળાના કારણે છે એ બાબત હજુ અનિર્ણિત છે. આ માટે વધુ સંશોધનો હાથ ધરીને અભ્યાસ કરવાની જરુર છે. આમ કોરોનાના પૂર્વ સંક્રમણનો રેકોર્ડ ધરાવનાર અને કોવિડની વેક્સિન લેનાર લોકોમાં વધુ એન્ટિબોડીઝ વિકસી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય પરંતુ આવો પ્રથમ ડોઝ લીધા પહેલા જે લોકો સંક્રમિત થયા હોય તેમનામાં એન્ટિબોડી વધુ ડેવલપ થાય છે. આમ સંક્રમણ અને વેક્સિનના પ્રથમ ડોઝ વચ્ચેના લાંબા અંતરાલથી એન્ટિબોડીનો પ્રતિસાદ વધે છે.
Recent Comments