(એજન્સી) લંડન, તા.૮
ઉત્તર-પૂર્વી ઇંગ્લેન્ડના ભારતીય મૂળના ટાઇ અને વેયરના રહેવાસી ૮૭ વર્ષના હરિ શુક્લા દુનિયાના એવા પહેલાં લોકોમાં સામેલ થશે જેમને કોરોનાની રસી અપાશે. હરિ શુક્લા અને તેમના ૮૩ વર્ષના પત્ની રંજનાબહેનને ન્યૂ કેસલમાં એક હોસ્પિટલમાં ફાઇઝર/બાયોનટેક દ્વારા વિકસિત કરાયેલ રસી આપવામાં આવશે. બ્રિટનમાં રસી અને રસીકરણની સંયુક્ત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડના આધારે શુક્લા દંપતીની પસંદગી કરવામાં આવી હતી.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આ ક્ષણને ‘એક મોટી પ્રગતિ’ ગણાવી અને મંગળવારે બ્રિટનમાં ‘વી-ડે’ અથવા ‘વેક્સિન ડે’ હોવાની વાત હતી. શુક્લાએ કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે આખરે આપણે આ વૈશ્વિક રોગચાળાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને મને ખુશી છે કે રસી મેળવીને હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું. મને લાગે છે કે આ મારી ફરજ છે અને મદદ માટે જે થઇ શકશે એ હું કરીશ. નેશનલ હેલ્થ સર્વિસ (દ્ગૐજી)ની સાથે સતત સંપર્કમાં રહેવાથી મને ખબર છે કે એ તમામે કેટલી મહેનત કરી છે અને એ બધા માટે મોટું સમ્માન છે તેમનું દિલ ખૂબ મોટું છે અને વૈશ્વિક મહામારી દરમ્યાન આપણે સુરક્ષિત રાખવા માટે તેમણે જે પણ કર્યું તેના માટે હું આભારી છું.
બ્રિટનમાં જીવલેણ વાયરસથી મૃત્યુનું સૌથી વધુ જોખમ જે લોકોને છે તેના આધાર પર રસીકરણ કરવામાં આવશે. સૌ પ્રથમ આ રસી ૮૦ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારીઓ સહિત દ્ગૐજીના જવાનોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન જ્હોન્સને કહ્યું આજે, બ્રિટેન એ કોરોના વાયરસ સામેની લડતમાં એક મોટું પગલું ભર્યું છે, કારણ કે આપણે દેશભરમાં રસી મોકલવા જઈ રહ્યા છીએ. મને રસી વિકસાવનારા વૈજ્ઞાનિકો, ટ્રાયલમાં ભાગ લેનારા લોકો અને તેને લાવવા માટે રાત-દિવસ મહેનત કરનાર દ્ગૐજી પર ખૂબ જ ગર્વ છે. પ્રધાનમંત્રીએ સાથો સાથ એ પણ કહ્યું કે વ્યાપક સ્તર પર રસીકરણમાં હજુ સમય લાગશે આથી લોકોએ ત્યાં સુધી એલર્ટ રહેવું અને આવનારી ઠંડીની સિઝનમાં લોકડાઉનના નિયમોનું પાલન કરવાની ખાસ અપીલ કરી.
Recent Comments