(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા. ૨
અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે શામળાજી પોલીસને ઉંઘતી રાખી વેણપુર ગામ નજીકથી લાખ્ખો રૂપિયાના દારૂ સાથે બે શખ્શોને દબોચી લીધા હતા જિલ્લા એલસીબી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રક (ગાડી.નં-ૐઇ ૩૮ ઊ ૯૯૮૦)ને અટકાવી ટ્રકમાં તલાસી લેતા ભૂંસાની આડમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૩૬ કીં.રૂ.૪૯૪૪૦૦/- જપ્ત કરી ટ્રક ડ્રાઈવર ૧) અસલીમ કાસમ મેવું તથા ૨)શોકીન જહરુદ્દીન મેવુ (બંને,રહે.હરિયાણા) ની ધરપકડ કરી વીદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.૧૪૯૬૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર ફરિદાબાદના ખાલિદ નામના બુટલેગર વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી