(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
વિશ્વભરમાં કોરોના વાયરસને લઇને કોહરામ મચ્યું છે. દરેક દેશ પોતાના સ્તરે તેની સામે લડી રહ્યું છે. પરંતુ ભારત સરકારે આ મહામારીને લઇ ગંભીર બેદરકારી દાખવી છે. એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. હવે આ રિપોર્ટને ટાંકતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરતા કેટલાક સવાલ કર્યા છે. દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોના વાઈરસ સંક્રમણની સામે જીવનને બચાવે તેવી જરૂરી વસ્તુ વેન્ટિલેટર અને સર્જિકલ માસ્કના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મોદી સરકારે મોડો લીધો હતો. કોરોના વાઈરસનો ફેલાવો સમગ્ર વિશ્વમાં વધવા લાગતા ભારત સરકારે ૧૯ માર્ચના રોજ વેન્ટિલેટર્સ, સર્જિકલ- ડિસ્પોઝેબલ માસ્ક અને માસ્ક બનાવવામાં વપરાતા કાપડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
રાહુલ ગાંધીએ તેના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું કે આદરણિય પ્રધાનમંત્રી, WHOની સલાહ ૧. વેન્ટિલેટર, ૨. સર્જિકલ માસ્કનો પૂરતો સ્ટોક રાખવાને બદલે ભારત સરકારે આ બધુ વસ્તુની નિકાસની ૧૯ માર્ચ સુધી છૂટ કેમ આપી? આ બધી ગેમ કોના ઈશારે થઈ? શું આ ગુનાહિત કાર્ય નથી? રાહુલ ગાંધીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા પુછ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સલાહથી ઉલ્ટું કામ કેમ કર્યું? રાહુલ ગાંધીએ પીએમ મોદીને ટિ્વટર પર પૂછ્યું કે, ડબલ્યુએચઓની સલાહ વેન્ટિલેટર અને સર્જિકલ માસ્કનો પૂરતો સ્ટોક રાખવાથી વિપરિત ભારત સરકારે ૧૯મી માર્ચના રોજ તમામ વસ્તુઓની નિકાસ કરી દીધી, આ રમત કઇ તાકાતોના ઇશારે થઇ? રાહુલ ગાંધીએ આ સાથે જ એ રિપોર્ટને પણ શેર કર્યો જેના આધારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યા છે.
વેન્ટીલેટર્સ,માસ્કની નિકાસ પર રોક લગાવવામાં ‘વિલંબ’ મુદ્દે મોદી સરકાર પર રાહુલ ગાંધીનો પ્રહાર

Recent Comments