(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
શહેરના રિંગરોડ પરના કાપડના વેપારીનું ઠગોએ કરન્ટ બેન્ક એકાઉન્ટસ હેક કરી બેન્ક ખાતામાંથી રૂ. ૨.૪૯ લાખનું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણાગામ સીતાનગર ચોકડી ખાતે ગંગા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતના મધુસુદન આનંદ ભારદ્વાજ હાલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનું કાપડની પૈકી મહાદેવ ટેક્ષ્ટાઈલનું કરન્ટ એકાઉન્ટ રિંગરોડની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ખોલેલું ઈન્ડસ્ઈન્ડ બેન્કમાં ખાતું છે. દરમિયાન કોઇ ઠગોએ તેઓનું કરન્ટ બેન્ક એકાઉન્ટસ ગત દિવસોમાં હેક કરી રૂ. ૮૩,૪૯૯નું ઓન લાઈન ટ્રાન્ઝેકશન કર્યુ હતું. ઠગે આ ઉપરાંત કરન્ટ એકાઉન્ટસ સાથે સંકળાયેલું વિઝા કાર્ડ મારફતે પણ રૂ. ૧,૬૫,૭૯૬નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી કુલ રૂા.ર.૪૯ લાખ ઉપરાંતનું ટ્રાન્ઝેકશન કરી છેતરપિંડી કરી છે. મધુસુદન ભારદ્વાજને જાણ થતા તેઓએ તુરંત જ બેન્કમાં સંપર્ક કર્યા બાદ સલાબતપુરા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઈન્સ્પેક્ટર વિ. જે. ચૌધરીએ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.