(એજન્સી) વોશિગ્ટન, તા. ૩
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે કહ્યું કે વેપાર યુદ્ધ સારી વાત છે અને તેને જીતી લેવું ખૂબ સરળ છે. સ્ટીલ અને એલ્યુમિનિયમની ઈમ્પોર્ટ પર ટેરિફ મૂકવાની તેમની યોજના બાદ વૈશ્વિક સ્તરે ટીકા આલોચના થઈ હતી. યુરોપીયન યુનિયને તેની સામે પગલાં ભરવાની સંભાવના ઊભી કરી, ફ્રાન્સે કહ્યું કે ડ્યુટી અસ્વીકાર્ય છે અને ચીને ટ્રંપને સંયમ રાખવાની વાત કરી. અમેરિકાને સ્ટીલ અને એલ્યુમિનિયમનો સૌથી મોટો સપ્લાય પૂરો પાડનાર કેનેડાએ પણ કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો તેની સામે બદલાની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રંપની જાહેરાત સાથે શુક્રવારે અમેરિકી શેરબજોરમાં ગીરાવટ જોવા મળી હતી રોકાણકારોએ સંભવિત વૈશ્વિક ટ્રેડ વોરની સંભાવના વ્યક્ત કરતાં સુધારાના પથ પર આવ્યું હતું. વિશ્વભરના શેરબજારોમાં પણ સુસ્ત રહેવા પામ્યાં હતા. અમેરીકી ડોલરમાં પણ ઘટાડો જોવા મળ્યો. ટ્રંપે શુક્રવારે કહ્યું કે વેપાર યુદ્ધ સારી વાત છે અને તેને જીતી લેવું ખૂબ સરળ છે.ટ્રંપની આ ટીપ્પણી પર વિશ્વમાં ચૌતરફથી ટીકા ટીપ્પણીનો મારો ઉઠ્યો હતો. સાથી રાષ્ટ્રોએ ટ્રંપની ટીપ્પણીને નકારી કાઢી હતી.
‘વેપાર યુદ્ધ સારી વાત’ : ટેરિફ અંગે ટ્રંમ્પે કહ્યું, સાથી દેશોએ બદલાની ધમકી આપી

Recent Comments