વેરાવળ, તા.૧૪
શિક્ષણથી જ વ્યક્તિ ના જીવનમાં પ્રકાશ થાય આ વાત ને સાબિત કરી છે. વેરાવળના પટની સમાજના મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન એ ઓમએન્જીનીયરીગ જૂનાગઢ ખાતે ડિપ્લોમા ઇન સોફ્ટવેર એન્જીનીયરીંગ અભ્યાસ કરેલ અને શરૂઆતના પાંચસેમેસ્ટરમાં શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરેલ જ્યારે છઠ્ઠા સેમેસ્ટરમાં ગુજરાત ટેકનિકલ યુનિ.માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી પરીવાર તેમજ પટની સમાજ સાથે મુસ્લિમ સમાજનું નામ ઊંચું કરેલ કરેલ છે. મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ રૂપ હોય તેમ સામાન્ય મધ્યમ વર્ગનો વિદ્યાર્થી દરરોજ અપ ડાઉન કરીને સખ્ત મહેનત દ્વારા શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણ પ્રેમી અફઝલભાઈ પંજાએ વિદ્યાર્થીને તથા પરીવારને આવકારેલ છે. આ તકે ગીર-સોમનાથ જીલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારૂક મૌલાના, સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન, હનીફભાઇ પંજા (જીવા), સી.એ. પંજા ખુરરમ, બેન્ક ઓફિસર આરીફ મલેક, લેક્ચરર સબબીર પંજા,અબ્દુલ રહેમાન ગાંધી સહીતના જોડાયેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.