વેરાવળ તા.ર૦
વેરાવળ પોલીસ સ્ટેશનમાં હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે નવનિયુકત એએસપીના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકમાં યોજાઈ.
વેરાવળ શહેરમાં હોળી-ધળેટીના તહેવારોની ઉજવણી શાંતીભર્યા માહોલમાં અને હિન્દુ – મુસ્લિમ સમાજમાં ભાઈચારા સાથે ઉજવાય તે માટ સાંજે વેરાવળ પોલીસ સ્ટેશનમાં હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનોની મીટીંગ નવનિયુકત એએસપી અમીત વસાવા, પ્રોબેશન ડીવાયએસપી પ્રજાપતિ, સીટી ઇન્ચાર્જ પી. આઈ. મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી. આ મીટીંગમાં વેરાવળ મુસ્લીમ સમાજના અનવરભાઈ ચૌહાણ, હાજીભાઈ એલકેએલ, ગોવિંદભાઈ વણીક, ભીમાભાઈ વાયલુ, વિરજીભાઈ જેઠવા, ભીડીયા ખારવા સમાજના ધનજીભાઈ લોઢારી,કોળી સમાજના ધનજીભાઈ વૈશ્ય, માજી કાઉન્સીલર છગનભાઈ બારૈયા, રામજીભાઈ ચાવડા, સહિતના ઉપસ્થિતિ રહેલ હતા. આ મીટીંગમાં તુલસીભાઈ ગોહેલ, ફારૂકભાઈ બુઢીયા, સુરેશભાઈ બારોટ સહિતના આગેવાનો દ્વારા રજુઆતો કરાતાં પોલીસ દ્વારા આ રજૂઆતો પર પુરતું ધ્યાન આપી અમલ કરવા જણાવેલ હતું. અને આગેવાનોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપી તહેવાર શાંતિમ્ય રીતે ઉજવવા જણાવેલ હતું.