વેરાવળ, તા.૨૭
દુનિયાભરમાં ફેલાઇ રહેલ કોવિન ૧૯ કોરોના વાયરસ ના લીધે વેરાવળ ખાતે બહાર ગામ થી આવી ફસાઈ ગયેલા બે સહારા હિંદુ-મુસ્લિમ લોકોને કોઈ પણ નાત જાત કે ધર્મ ના ભેદભાવ વિના મફતમાં રહેવા તથા ત્રણેય ટાઈમ મફત જમવાની સગવડતા મુસ્લિમ મુસાફર ખાના ખાતે કરવામાં આવેલ છે આ ઉપરાંત ઘરબાર વિનાના રોડ ઉપર રહેતા નિરાધાર રખડતા ગરીબ લોકોને પણ ત્રણેય ટાઈમ સ્થળ પર જઈને જમવાનુ પહોંચાડવાની સુવિધા મુસાફરખાનાના મેનેજર ઇરફાનભાઇ મુલતાની તેમજ તેમની ટીમ આ સેવાભાવી કાર્ય કરી રહેલ છે જેમાં સામાજિક કાર્યકરો જમીયત -એ-ઉલેમા-એ-હિન્દ ના મોલવી એહમદ , ફારૂકભાઇ પેરેડાઇઝ, ઈકબાલભાઈ બાનવા, ગુલામ ખાન, ઇમરાન જમાદાર તેમની ટીમ ને દરેક રીતે સહાયરૂપ થઈ રહ્યા છે, તેઓની આ કામગીરીને બિરદાવતા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી વેરાવલ સીટી પી.આઇ. એન. જી.વાઘેલા, હનીફભાઈ ચૌહાણ, અબ્દુલ સત્તાર પેરેડાઇઝ, આશિફ કાપડિયા, ,પી.આઈ. રાઇટર જેઠાભાઇ,કોન્સ.ટેબલ રામદેવસિંહ અને દાન ભાઈ એ તેમની રૂબરૂ મુલાકાત લઈ તેમની આ સેવાકિય કામગીરીને બિરદાવેલ અને તેમણે આ સારી કામગીરી માજે કાંઈપણ સહાયતા ની જરૂર પડતાં પુરતુ સાથ સહકાર આપવાની ખાત્રી આપી. આ કાર્ય માં ઈરફાન ભાઈને તેમની ટીમ ના જાવેદભાઈ વેલ્ડીંગ, મિનાજ ભાઈ, વલીભાઈ જમાદાર, ગુલામ ભાઈ તુરક, કાદરભાઈ તેમને સાથ સહકાર આપીને આ સેવાકિય પ્રવૃત્તિ માટે સહભાગી થાયછે.