(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.ર૪
વેરાવળ લોહાણા મહાજન વંડી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક અને વડગામના યુવા ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીની અધ્યક્ષતામાં આર્થિક સામાજિક તેમજ શૈક્ષણિક રીતે જરૂરતમંદ યુવાનોને મજબૂત કરવાના હેતુથી યુવા સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ આ પ્રોગ્રામનું આયોજન સામાજિક કાર્યકર અફઝલ પંજા એ કરેલ હતું. આ કાર્યક્રમમાં જિગ્નેશભાઈ મેવાણીએ યુવાનોને પોતાના સાહસ, મનોબળ અને મહેનત દ્વારા આગળ આવી પોતાનું સમાજનું દેશના દરેક કચડાયેલા લોકોનું તેમજ રાષ્ટ્રનું નવનિર્માણ કરવા હાકલ કરેલ હાલમાં કેન્દ્રમાં રહેલ ભાજપની મોદી સરકાર ઉપર પ્રહારો કરતા તેમણે એસ.ટી, ઓ.બી.સી, માયનોરિટી તેમજ સમાજના કચડાયેલા લોકોને આગળ આવી અને જેવી રીતે આઝાદીની લડતમાં એકતા અને ભાઈચારા સાથે અંગ્રેજોની સામે લડત લડી દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરાવેલ તેવી જ રીતે હાલની કોમવાદી સરકાર સામે લડી દેશને તાનાશાહી લોકોથી બચાવવા અને આવા લોકોને રસ્તો દેખાડવા દેશવાસીઓને રસ્તા ઉપર ઉતરી જવા માટે આહ્‌વાન કરેલ. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ફારૂક મલિક પેરેડાઇઝ, પ્રવીણભાઈ ગઢિયા, મહેશભાઈ મકવાણા, નરેશભાઈ ચાવડા, રફીકભાઈ મોલાના, સફીભાઈ મોલાના, હનીફ બાગડા, મુકેશભાઈ ચૌહાણ, રામજી ભાઈ ચાવડા, બશીરભાઈ સુમરા, અમઝદભાઈ પંજા, અમીનભાઈ પંજા, હાજી ભાઈ પત્રકાર, જાવીદ મુગલ, ઈકબાલભાઈ સફર, સલીમભાઈ સોડા, સલીમભાઈ કટોરી, મુસ્તકીમ વાઝા, તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા.