વેરાવળ તા.૧ર
વેરાવળમાં સગીરાને લલચાવી ફોસલાવી ત્રીજા માળે અગાસી ઉપર લઈ જઈ નીચે ફેકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરેલ હોવાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બાળાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.
પ્રાપ્ત વિગત વેરાવળમાં સોસાયટી વિસ્તારમાં રહેતી બાળા તથા તેની માતા મેમણ સોસાયટીમાં તેમના સગાને ત્યાં ગયેલ જ્યાં એક અજાણ્યા શખ્સે સાત વર્ષની બાળાને લલચાવી ફોસલાવી તેમના માતા-પિતા પાસે લઈ જવાનું કહી ત્રીજા માળે લઇ ગયેલ જયાં બાળાને જાપટ મારી અગાસી ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી બાળાના મોઢા ઉપર હાથ રાખી બાળાએ પહેરેલ કપડા કાઢી બળજબરી પૂર્વક દુષ્કૃત્ય શારીરિક રીતે ઈજાઓ પહોંચાડી બાળાને અગાસી ઉપર રેઢી મુકી નાસી ગયેલ અને ઇજા પામેલ બાળા તેમની માતા પાસે પહોંચી સમગ્ર હકીકતની જાણ કરતા તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ લઈ આવેલ જ્યાંથી બાળાને જૂનાગઢ સારવારમાં ખસેડેલ છે.
ઉપરોકત બનાવ અંગે બાળાની માતાએ એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૬ (એ.બી.), પોસ્કો ૩ એ ૪, ૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. એન.જી. વાઘેલાએ હાથ ધરેલ છે અને આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળેલ છે.