(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.ર
વેરાવળ શહેરમાં લઘુમતી વિસ્તારોના રસ્તાઓ બીસ્માર હાલતમાં હોવાથી આ બાબતે ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી રસ્તાનું કામ તાત્કાલીક શરૂ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારેલ છે. વેરાવળ શહેરમાં લઘુમતી વિસ્તારના રસ્તાઓ ખરાબ સ્થિતિમાં હોય અને વરસાદ બાદ લાંબો સમય વિતેલ હોવા છતાં પણ આ રસ્તાઓની સ્થિતિ જૈ સૈ થે છે. વેરાવળમાં આવેલ રેલ્વે ફાટક થી સોમનાથ ટોકીઝ એટલે મુસ્તફા મસ્જિદ નો માર્ગ એ બીસ્માર છે. આ બાબતે મુસ્તફા મસ્જિદના મૌલાના સરફરાઝ નુરી, સામાજીક કાર્યકર્તા અફઝલ પંજા, ખારા કૂવા પ્રમુખ રફીકભાઇ મૌલાના, ઇમરાન રામશા, ફારૂક પેરેડાઈઝ,ફારૂક પ્રોફેસર, આ.રહેમાન એન.ડી.પટની, અમીન ખમ્મા, અમજદ પંજા, ગુલામ કાપડીયા, જાવેદ મુગલ, અલ્લારખા કુરેશી, મહેમુદ કામરા, દાનીસ ચાચિયા સહીતનાસ્થાનીક રહીશો અને સામાજીક કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, હજારો લોકોનો વસવાટ આ વિસ્તારમાં છે અને આ રસ્તા પર લોકોની અવર જવર થતી હોય ત્યારે અને દરરોજ નાના-મોટા અકસ્માતો થતા હોય તેમ છતાં તંત્ર બેદરકાર છે. આરસ્તો ચાલુ સપ્તાહમાં નહિ બનાવવામાં આવે તો સ્થાનીકો દ્વારા ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો અભિયાન ચલાવવામાં આવશે તેમ જણાવેલ છે.