(સંવાદદાતા દ્વારા)
વેરાવળ ,તા.૪
વેરાવળ તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અતિ બીસ્માર હાલતમાં હોય આ અંગે તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા લાગતા વળગતાઓને રજૂઆત કરી રસ્તાઓના રીપેરીંગની કામગીરી વ્હેલી તકે હાથ ધરવાની માંગ કરેલ છે. આ અંગે વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી દ્વારા માર્ગ અને મકાન વિભાગ સહીતનાને કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન ભારે પ્રમાણમાં વરસાદ પડેલ હોવાના કારણે રસ્તાઓનું ધોવાણ થતા ખાડાઓ પડેલ છે અને ખુબ જ બીસ્માર હાલતમાં હોય જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ આવન-જાવન કરતા વાહન ચાલકોને અતિ મુશ્કેલી થઇ રહેલ છે અને અકસ્માત થવાના બનાવો પણ બની રહેલ છે. આ ઉપરાંત રસ્તાઓની બન્ને સાઇડોમાં વધુ પ્રમાણમાં બાવળ હોવાથી રોડ સાંકળા થઇ ગયેલ હોય તેથી બાવળનું કટીંગ કરવા તેમજ જે રસ્તાઓના કામો મંજુર થયેલ હોય તે કામો વ્હેલાસર શરૂ કરવા અને જે રસ્તાઓના જોબ નંબર પડેલ હોય તેની પ્રક્રીયા પૂર્ણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં જણાવેલ છે.