(સંવાદદાતા દ્વારા)
વેરાવળ, તા.રપ
વેરાવળ શહેરમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વેરાવળ શહેરમાં વિનમુલ્યે કોવીડ-૧૯ ટેસ્ટનું આયોજન કરાયું છે. કોરોના રોગ ફેલાતો અટકાવવા તેમજ લોકોમાં કોરોના ટેસ્ટ કરાવવાનો ભય નિવારવા માટે કાશીવિશ્વનાથ મંદીર પરીસર, લાબેલા, ખારવાસમાજ વંડી અને સાગરપુત્ર ફાઉન્ડેશન હોલ ખાતે વિનામુલ્યે કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેરામેડીકલ સ્ટાફ દ્વારા સ્થળ પર જ વિનામુલ્યે લોકોના કોવીડ-૧૯નો ટેસ્ટ કરી ૨૦ મીનીટમાં ટેસ્ટનું પરિણામ આપવામાં આવે છે અને શંકાસ્પદ તથા પોઝીટીવ આવેલ દર્દીઓને સ્વૈચ્છીક હોમ આઇસોલેશનમાં રહેવા જણાવવામાં આવે છે. વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, તાલુકા સુપર વાઇઝર મેહુલભાઇએ ઉપસ્થિત રહી લોકોને તેમના આરોગ્ય વિશે સંભાળ લેવા સાથે કોરોના વાયરસ સામે તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.