વેરાવળ સમસ્ત પટની સમાજની ચૂંટણી યોજાતા બીજી ટર્મમાં વર્તમાન પ્રમુખ અનવર ભાઈ ચૌહાણ ૧૯૨ મતે વિજય થતા પટની સમાજના આગેવાના ેએ નવા પ્રમુખ ને તાળી ઓના ગડગડાટથી વધાવી લીધેલ હતાં. વેરાવળ શહેરમાં મુસ્લિમ સમાજમાં સોંથી વધુ જન સંખ્યા ધરાવતી સમસ્ત પટની સમાજની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થતા પટની સમાજની ચૂંટણી યોજવા માટે ચૂંટણી કમિટીની રચના કરવામાં આવેલ જે કમિટીમાં પ્રમુખ તરીકે હાજીભાઈ એલ.કે. એલ સભ્ય સોયબભાઇ વિન્સર, અનીશભાઈ સાગર, હનીફભાઇ ગોલ્ડન, ઇકબાલભાઇ એસ. પી., ઇબ્રાહિમભાઈ બાટલી અને ઇમરાનભાઈ જમાદારની નિયુક્તિ કરવામાં આવેલ હતી. ચૂંટણી કમિટી દ્વારા પટની સમાજના પ્રમુખ પદ માટે ચૂંટણી કાર્યવાહી હાથ ધરી તા. ૩ નવેમ્બરે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ.
આ ચૂંટણીમાં સમાજના પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયેલ જેમાં વર્તમાન પ્રમુખ અનવરભાઈ ચૌહાણ અને અલારખા હુસેન પંજા (અફઝલ સર)એ ચૂંટણી જંગમાં ઝંપલાવેલ.
આ ચૂંટણી યોજાયેલ જેમાં સવારે ૮-૦૦થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થયેલ જેમાં કુલ ૪૨૯૪ મતદાન થયેલ જેમાં ૩૧ મત રદ થયેલ જયારે અનવરભાઈ ચૌહાણને ૨૨૨૭ મત મળેલ હતા અને અફઝલ સરને ૨૦૩૬ મત મળેલ આમ આ ચૂંટણીમાં અનવરભાઈ ચૌહાણ બીજી ટર્મમાં વેરાવળ સમસ્ત પટની સમાજના પ્રમુખ તરીકે ૧૯૨ મતે ચૂંટણી પંચે વિજયતા જાહેર કરેલ હતા. વેરાવળ પટની સમાજની ચૂંટણીમાં પી. આઈ. પરમાર દ્વારા બંધોબસ્ત ગોઠવ્યો હતો.