માંગરોળ, તા. ર૮
સુરત જિલ્લાનો જિલ્લા કક્ષાનો ૬૯મો વન મહોત્સવનો કાર્યક્રમ તથા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયની નવી ઈમારતનો લોકાર્પણ કાર્યક્રમ આગામી તા. ૩૦-૭-૧૮ને, સોમવારે સવારે ૧૦ કલાકે માંગરોળ તાલુકાના વેલાવી ગામે સરકારી કુમાર છાત્રાલયના પટાંગણમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્ય મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, સમારંભના ઉદ્‌ઘાટક તરીકે રાજ્યના આદિજાતિ વિકાસ અને વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહેશે. જ્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના ચેરમેન રમણભાઈ પટેલ (જાની) હાજર રહશે.