વેલિંગ્ટન,તા. ૪
વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે એક ઇનિંગ્સ અને ૬૭ રને વિન્ડિઝ ઉપર આજે જીત મેળવી હતી. વિન્ડિઝની ટીમ આજે તેના બીજા દાવમાં ૩૧૯ રન કરીને આઉટ થઇ ગઈ હતી. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કરીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. વાગનરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હત. પ્રથમ ઇનિંગ્સમાં વાગનરે સાત અને બીજી ઇન્િોંગ્સમાં બે વિકેટો ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચના ગઇકાલે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે વેસ્ટઇન્ડિઝે તેના બીજા દાવમાં લડાયક બેટિંગ કરીને બે વિકેટે ૨૧૪ રન કર્યા હતા. આજે સ્કોરને આગળ વધાર્યા બાદ વિન્ડિઝની ટીમના બેટ્‌સમેનો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને એક પછી એક ઝડપથી વિકેટો ગુમાવી હતી.
સ્કોરબોર્ડ : વેલિંગ્ટન ટેસ્ટ
વિન્ડિઝ પ્રથમ દાવ : ૧૩૪
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૫૨૦
વિન્ડિઝ બીજો દાવ :
બ્રેથવેઇટ એલબી
બો. સેન્ટનર ૯૧
પોવેલ કો. એન્ડ
બો. હેનરી ૪૦
હેટમાયર કો. રાવલ
બો. હેનરી ૬૬
હોપ કો. વિલિયમસન
બો. બોલ્ટ ૩૭
ચેઝ બો. હેનરી ૧૮
અમરીશ કો. ટેલર
બો. ગ્રાન્ડહોમ ૧૮
ડાઉરિચ કો. સેન્ટનર
બો. વાગનર ૦૩
હોલ્ડર કો. બોલ્ટ
બો. વાગનર ૦૭
રોચ એલબી
બો. ગ્રાન્ડહોમ ૦૭
કમિન્સ બો. બોલ્ટ ૧૪
ગ્રાબ્રિયેલ અણનમ ૦૪
વધારાના ૧૪
કુલ (૧૦૬ ઓવરમાં ઓલઆઉટ) ૩૧૯
પતન : ૧-૭૨, ૨-૧૬૬, ૩-૨૩૧, ૪-૨૫૭, ૫-૨૭૩, ૬-૨૮૬, ૭-૨૮૮, ૮-૩૦૧, ૯-૩૦૧, ૧૦-૩૧૯
બોલિંગ : બોલ્ટ : ૨૩-૫-૮૭-૨, હેનરી : ૨૪-૬-૨૭-૩, ગ્રાન્ડહોમ : ૧૯-૩-૪૦-૨, વાગનર : ૨૨-૩-૧૦૨-૨, સેન્ટનર : ૧૭-૭-૨૫-૧, વિલિયમસન : ૧-૧-૦-૦