(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
વેસુ હાઇટેક એવન્યુ સામે મનીરા ગાર્ડનના કમ્પાઉન્ડમાં રહેતા વોચમેનનું સાથી વોચમેને મોબાઈલના ચાર્જરની ચોરી બાબતે ઝઘડો કરી વાંસના ફટકા અને પ્લાસ્ટિકની પાઇપથી મારમારી કરપીણ હત્યા કર્યા બાદ તેની લાશને ચાદરમાં લપેટી મોટરસાયકલ પર લઇ જઇ પલસાણા હાઇવે નજીક ભીમરાડા ગામ પાસે ઝાડીમાંથી ફેંકી દીધી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેસુ હાઇટેક એવન્યુ સામે મનીરામા ગાર્ડનના કમ્પાઉન્ડમાં વોચમેનનું કામ કરતા ઉમાકાંત રામરાજ તિવારીનું ચાર્જર ચોરી થયું હોય ઉમાંકાત અને ત્યાંજ રહેતા ઉમેસિંગ હરિસિંગ સાથે મોબાઇલ ચાર્જર બાબતે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા ઉમેસિંગે વાંસના ફટકાથી અને પ્લાસ્ટિકના પાઇપથી ઉમાકાંતને માથામાં ગંભીર ઇજા કરી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ મરણ જનારની ઓળખ ન થાય તે માટે લાશનો નિકાલ કરવા આરોપી રાજેશ કુમાર પાલ તથા સંજય મિશ્રા લાશને ચાદરમાં લપેટી સપ્લેન્ડર મોટરસાયકલ પર વચ્ચે રાખી પલસાણા લઇ ગયા હતા. જ્યાં ખજાદ-ભીમરાડ ગામ નજીક હાઇવેની ડાબી બાજુએ ઝાડીમાં લાશને ફેંકી દીધી હતી. હત્યા બાબતે કોઇને ગંધ ન આવી જાય તેવી શંકા બીજા દિવસે લાશના મોઢા અને માથાના ભાગે એસીડ છાંટી દીધું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.