હેમિલ્ટન, તા. ૧૧
હેમિલ્ટન ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચ આજે રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા બીજા દાવમાં બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા. વિન્ડીઝની ટીમ પ્રથમ દાવમાં ૨૨૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં આઠ વિકેટે ૨૯૧ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે અણનમ ૧૦૭ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે જીતવા માટેના ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડીઝે બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હજુ પણ ખુબ પાછળ છે તેની ફરી એકવાર હાર દેખાઇ રહી છે.
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૩૭૩
વેસ્ટઇન્ડિઝ પ્રથમ દાવ : ૨૨૧
ન્યુઝીલેન્ડ બીજો દાવ :
રાવલ કો એન્ડ
બો. કમિન્સ ૦૪
લાથમ એલબી બો. રેફર ૨૨
વિલિયમસનબો. કમિન્સ ૫૪
ટેલર અણનમ ૧૦૭
નિકોલસ કો. ડાઉરિચ
બો. કમિન્સ ૦૫
સેન્ટનર કો. અમરીશ
બો. ચેઝ ૨૬
ગ્રાન્ડહોમ એલબી
બો. ગ્રાબ્રિયેલ ૨૨
બ્લેન્ડેલ કો. પોવેલ
બો. ગાબ્રિયેલ ૦૧
વાગનર કો. હોપ
બો. ચેઝ ૦૮
સાઉથી અણનમ ૨૨
વધારાના ૨૦
કુલ (૭૭.૪ ઓવરમાં ૮ વિકેટ) ૨૯૧
પતન : ૧-૧૧, ૨-૪૨, ૩-૧૦૦, ૪-૧૧૧, ૫-૧૬૧, ૬-૨૧૨, ૭-૨૩૫, ૮-૨૫૭
બોલિંગ : ગાબ્રિયેલ : ૧૫-૦-૫૦-૨, રોચ : ૬-૧-૨૮-૦, કમિન્સ : ૧૭-૧-૬૯-૩, રેફર : ૧૩-૧-૫૨-૧, બ્રેથવેઇટ : ૯-૦-૩૩-૦, ચેઝ : ૧૭.૪-૧-૫૭-૨

ટેલરે ન્યુઝી. માટે રેકોર્ડ ૧૭ સદીની બરાબરી કરી
હેમિલ્ટન, તા.૧૧
રોસ ટેલરે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ સદીની સાથે ન્યૂઝીલેન્ડ તરફથી હાઈએસ્ટ ૧૭ સદીના પોતાના મેન્ટર દિવંગત માર્ટિન ક્રો અને હાલના કપ્તાન વિલિયમ્સનના રેકોર્ડની બરાબરી કરી. ૩૩ વર્ષના ટેલરે પોતાની ૮૩મી ટેસ્ટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી માર્ટિન ક્રો ૭૭ જ્યારે વિલિયમ્સન ૬૧મી ટેસ્ટમાં ૧૭ સદી ફટકારી ચૂક્યા હતા. ટેલરે અહિંયા બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમ્યાન રીફરની બોલિંગમાં ચોગ્ગો ફટકારી સદી પૂરી કરી.