કેન્દ્ર સરકારની કામદાર વિરૂદ્ધની નીતિઓ સામે દેશમાં યોજાયેલાં વિરોધ પ્રદર્શનના સંબંધમાં પ્રતાપનગર ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા ડિવિઝનલ સેક્રેટરી સંતોષ પવારની આગેવાની માં વિરોધ પ્રદર્શન સાથે ઘરણાં ચોજાયાં હતાં અને કેટલીક માગ પણ કરાઈ હતી, જેમાં બોનસની ચુકવણી, દુર્ગા પૂજા પહેલાં કરવી, એનપીએસ નાબૂદ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી, બધી જ ખાલી જગ્યા તુરંત જ ભરવી, રેલવેનું ખાનગીકરણ બંધ કરવું, ફરજિયાત સેવા નિવૃત્તિ બંધ કરવી સહિતના મુદાનો સમાવેશ થાય છે. તસ્વીરમાં દેખાવો કરતા રેલ કર્મચારીઓ દેખાય છે.