ભાવનગર, તા.ર૦
ઉત્પાદક વર્ષ ૨૦૧૯- ૨૦ આધારિત રેલ કર્મચારીઓને મળવાપાત્ર બોનસની ચૂકવણી ના વિલંબના વિરોધમાં એન. એફ. આઈ. આરના જનરલ સેક્રેટરી ડોક્ટર એમ. રાઘવૈયા ના આહવાની હેઠળ સમગ્ર દેશમાં આજરોજ ભારતીય રેલની તમામ ડિવિઝન ઓફિસ, મુખ્ય સ્ટેશનો, વર્કશોપ તેમજ ર્િઙ્ઘેષ્ઠર્ૈંહ ેહૈં ખાતે ધરણા પ્રદર્શન અને રેલી વગેરેનો આયોજન કરીને વિરોધ નોંધાવામાં આવેલ આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ ૨૦ -૧૦-૨૦૨૦ ના રોજ વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝન દ્વારા ડીઆરએમ ઓફિસ ભાવનગર પરા સામે વિરોધ પ્રદર્શન તેમજ જાહેર સભાનુ આયોજન કરવામાં આવેલ આ સભાને સંઘના રાષ્ટ્રીય નેતા આર. જી. કાબર રેલ કર્મચારીઓના બોનસ સહિતના વિવિધ પ્રશ્નો અંગે ભારત સરકાર તેમજ રેલવે મંત્રાલય દ્વારા થઈ રહેલ ઉપેક્ષા અંગે વિસ્તૃત માહિતી આપેલ હાલમાં રેલ કર્મચારી ના મૂળભૂત હકો જેવા કે બોનસ, મોંઘવારી ભથ્થું, નાઇટ ડ્યુટી એલાઉન્સ પર રોક લગાવવાની પ્રક્રિયાથી રેલ કર્મચારીઓમાં આક્રોશ ફેલાઇ છે જે અંગે એન. એફ. આઈ. આર તથા વેસ્ટન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ભારત સરકારને ચેતવણી આપવામાં આવેલ છે સંઘના ડિવિઝનલ ચેરમેન ગિરીશ મકવાણા તેમજ ડિવિઝનલ સેક્રેટરી ભરતકુમાર ડાભી દ્વારા પણ બોનસ સમયસર નહિ ચૂકવવાના સરકારના વલણની ટીકા કરવામાં આવી હતી સભા અને રેલીમાં પરિવર્તિત કરી ડીઆરએમ ઓફિસ સામે લગભગ ૨૦૦થી વધારે કર્મચારીઓએ ભાગ લીધેલ રેલીને સંઘના આગેવાનો દોરવણી આપી હતી.
Recent Comments