(એજન્સી) તા.૪
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ઈઝરાયેલી સૈનિકને એક વૃદ્ધ પેલેસ્ટીની પ્રદર્શન કર્તાની ગરદન પર ઘૂંટણ મૂકતા દર્શાવવામાં આવ્યો છે. જ્યારે તેની વેસ્ટ બેંકમાં એક પ્રદર્શન દરમ્યાન તેની ધરપકડ કરવામાં આવી હતી. ૬પ વર્ષના બૈરીએ જણાવ્યું કે તે કેટલાક ઉત્તરી ડન બેંક બેંકોને પ્રભાવિત કરનારા એક ગેરકાયદેસર ઔદ્યોગિક પાર્કના નિર્માણ માટે ઈઝરાયેલની ૮૦૦ (૦.૮ ચોરસ કિલોમીટર) જમીનને જપ્ત કરવાની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. સ્થાનિક પેલેસ્ટીની દળોએ જણાવ્યું કે, ઈઝરાયેલી દળો દ્વારા તેમના નિર્દેશનમાં વિસ્તારો પર ગોળીબાર કરવા અને ટિયરગેસ છોડ્યો હતો જેના કારણે ડઝનો પ્રદર્શનકારીઓને ગભરામણ થઈ હતી. આ ઘટનાને કવર કરનારા પત્રકારોને સ્થાનિક રાષ્ટ્રવાદી શક્તિઓ અને વોલ એન્ડ સેટલમેન્ટસ રેજિસ્ટન્સ કમિશન દ્વારા ઈઝરાયેલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલાને ફિલ્માવાથી રોકવામાં આવ્યા. પેલેસ્ટીયન અને ઈઝરાયેલના અધિકાર સમૂહ સામાન્ય રીતે ઈઝરાયેલના કબજાવાળા દળો પર પેલેસ્ટીયની વિરોધ પ્રદર્શનોને ફેલાવવા માટે વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે. જેવું કે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દર્શાવી રહ્યું છે કે તે જમીન પર પડ્યા હતા જ્યાં સુધી કે સૈનિક તેમની ગરદન અને કમર પર હાથ મૂકીને તેમને હાથકડી બાંધી નથી દેતાં.