(એજન્સી) તા.૧૦
જાયોની શાસનના સૈનિકોએ વેસ્ટ બેંકના વિવિધ વિસ્તારો પર હુમલો કરી દશેક પેલેસ્ટીનીઓને ઘાયલ કરી દીધા અને ધરપકડ કરી લીધી છે. સમાચાર મુજબ જાયોની શાસનના સૈનિકોએ બુધવારે વેસ્ટબેંકના પૂર્વ વિસ્તાર તુલકારમના બલઆ નગર પર હુમલો કરી અહીંના લોકોનાં ઘરોને ધ્વસ્ત કરી દીધા. ઘરોમાં મૂકેલ સામાનને જપ્ત કરી લીધો અને તેનો વિરોધ કરવા પર ૭ પેલેસ્ટીની નાગરિકોની ધરપકડ કરી લીધી. તેની જેમ નેબ્લસ અને સલફીત શહેરમાં પણ બે પેલેસ્ટીની નાગરિકોની ધરપકડ કરી છે. આ દરમ્યાન ઉત્તરી નેબ્લસના સબિસ્તા નગર પર આતંકી ઈઝરાયેલી નાગરિકો હુમલો કરી અનેક નાગરિકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા છે. ઘાયલોમાં અનેકની સ્થિતિ ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. ટીયરગેસના ગોળાની અંધાધૂધ ફાયરીંગના કારણે વિસ્તારોના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. યાદ રહે કે જાયોની શાસન પોતાના લક્ષ્યાંકને સાધવા માટે દરરોજ પેલેસ્ટીનીના જુદા જુદા વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં પેલેસ્ટીનીઓને ઘાયલ અને ધરપકડ કરવામાં આવી છે. ત્યાં સંયુક્ત સંઘ સહિત સંપૂર્ણ વિશ્વના માનવ અધિકાર સંગઠન ઈઝરાયેલના અત્યાચારોની આગળ મૌન સાધી રહ્યા છે.