(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
વોલમાર્ટ – ફ્લિપકાર્ટ ડિલને પગલે વેપારીઓમાં ફફડાત ઉભો થયો છે. અને વોલમાર્ટનું કામકાજ શરૂ થતાં વેપારીઓ બેહાલ થઇ જશે તેમજ અર્થતંત્રને મોટું નુકસાન થશે. તેવી ભીતિ વેપારીઓ દર્શાવી રહ્યા છે. આજે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના નેજા હેઠળ શહેરના વેપારીઓએ સુરત જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજીને ડિલ રદ કરવા માંગ કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કન્ફ્રેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસો. ના નેજા હેઠળ આજે સુરત શહેરના વેપારીઓએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. ત્યારબાદ તેમણે કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વોલમાર્ટ જે ઇ કોમર્સની કાર્યપધ્ધતિ છે, તેનાથી બજારોની રોનક ગાયબ થઇ જશે. વોલમાર્ટ વેન શહેરના માર્ગો પર ફરતી થઇ જશે અને ઘરબેંઠા જ લોકોને સામાનની ડિલીવરી આપશે. જેથી સામાન્ય વેપારીઓને તેનાથી મોટું નુકસાન થશે. જો આવું થયું તો સુરત શહેરના તમામ વેપાર – ધંધા ઉદ્યોગ ખતમ થઇ જશે તેવું આદેન પત્રમાં જણાવ્યું હતું. આ ઉપરાંત વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે, વોલમાર્ટ ફ્લિપકાર્ટ ડિલમાં કાયદા સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે અને આ ડિલ અસ્તિત્વમાં આવતાં જ એફડીઆઇ પોલિસીનું પણ ઉલ્લંઘન થશે, જે અસંતુલિતપ્રતિસ્પર્ધાનું સાતાવરણ સર્જશે. સાથે જ યુઝર્સના ડેટા પણ સુરક્ષિત રહેશે નહીં. રિટેઇલ હજારોમાં વિદેશી ઉત્પાદનની વિશાળ જાળ બિછવાઇ જશે, જેનાથી સ્થાનિક વેપારીઓ તેમજ ઉત્પાદકોને મોટું નુકસાન થશે તેમજ વધુમાં વેપારીઓએ આક્ષેપો કર્યો છે કે, છેલ્લા ચાર વર્ષમાં સરકારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એકેય પગલું ભર્યું નથી. તેનાથી વિપરીત વિદેષી કંપનીઓના પ્રવેશ માટે એક પછી એક માર્ગો ખોલી રહી છે. જેને પગલે બેરોજગારી વધશે અને અનુચિત પ્રતિસ્પર્ધાનું વાતાવરણ બનશે તેવું અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું.