(એજન્સી) તા.૪
અમેરિકાના વર્તમાન પત્ર વોશિંગ્ટન પોસ્ટે ઈઝરાયેલમાં પોતાના બે પત્રકારોમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જેમાં સ્ટિફ હેન્ડરીકસ અને શીરા રાબિને લખ્યું છે કે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા પછી ઈઝરાયેલની સરકારી સૂત્રોએ તેની પર કમેન્ટ કરવાથી ઈન્કાર કર્યો. પરંતુ ઈઝરાયેલી ટીકાકારોની વચ્ચે આ વિચાર સામાન્ય થઈ ગયો કે આ ટાર્ગેટ કિલીંગ ઈઝરાયેલનું જ કામ છે. તેની સાથે જ ઈઝરાયેલી ટીકાકરોમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ કે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ શું મેળવવા ઈચ્છે છે ? આ વાતના અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે સૌપ્રથમ વિચાર તો એ જ સામે આવ્યો કે નેતાન્યાહુએ આ રીતે ઈરાનને બદલાની કાર્યવાહી પર વિવશ કર્યું છે કારણ કે જ્યારે ઈરાન કોઈ સૈન્ય હુમલો કરશે તો અમેરિકાને ઈરાનના પરમાણુ એકમો પર હુમલાનું બહાનું મળી જશે અને ટ્રમ્પના વ્હાઈટ હાઉસથી જતા પહેલાં જ આ કામને અંજામ આપવામાં આવશે. બીજો વિચાર એ રજૂ કરવામાં આવી રહ્યો છે કે ઈઝરાયેલી વડાપ્રધાન ઈચ્છે છે કે ઈરાનની સાથે અમેરિકાના સંબંધોના દાયરામાં જે સુધારા અને પરિવર્તન બાઈડેન ઈચ્છે છે તેનો માર્ગ પહેલાંથી જ નેતાન્યાહુએ ફખરીઝાદેહની હત્યાની ખૂબ જ સારી તક જોઈ તો તેનો તાત્કાલિક લાભ મેળવી લીધો. કારણ કે તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને આધાર સમજાનારા વૈજ્ઞાનિક હતા અને ઈઝરાયેલના હિટલિસ્ટ પર હતા. આ હત્યા માટે જે શૈલી અપનાવવામાં આવી તેમાં અનેક મહિનાઓનો સમય લાગ્યો છે. શુક્રવાર પછીથી અત્યાર સુધી ઈરાન દ્વારા કોઈ બદલો ન લેવાનો અર્થ છે કે ઈરાન જોવા ઈચ્છે છે કે જો બાઈડેનના શાસનકાળમાં અમેરિકાનું શું વલણ થાય છે. આ હત્યાની પાછળ જે પણ ઉદ્દેશ રહ્યો હોય પરંતુ આ તો નક્કી છે કે હવે અમેરિકન વિદેશ મંત્રાલયની સામે મોટો દુર્ગમ માર્ગ છે અને આ સંદેશ આપવામાં આવ્યો છે કે ઈઝરાયેલ અરબ દેશોની સાથે મળીને જો બાઈડેન અને ઈરાનનો સામનો કરશે. ઈરાન માટે આ સંદેશ છે કે દુશ્મનોની એક દીવાલ તેમની સામે ઊભી છે અને અમેરિકાની નવી સરકાર માટે આ સંદેશ છે કે ઈરાનના મામલામાં ઈઝરાયેલ અને અરબ દેશોની વાત અમેરિકાને સ્વીકારવી પડશે.