(એજન્સી) લખનૌ, તા.૧ર
ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને વધુ પડતા કાર્યશીલ બનાવી રહી છે. છેલ્લા પાંચ વર્ષો દરમિયાન બીજેપીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારથી પાર્ટીના કાર્યકરોને એક પછી એક કાર્યક્રમમાં પરોવી દેવાતા વધુ પડતી ગતિશીલતાથી પીડાતા હોવાનો ભય ઊભો થયો છે. વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ તેના ઉમેદવારોને પગવાળીને બેસવા દીધા નથી. ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ પણ પાર્ટીએ તેની જમીની પ્રવૃત્તિઓ ધપાવી રાખી છે. ભાજપ દ્વારા તેની દરેક ઝુંબેશને અમલમાં લાવવા તેના ઉમેદવારોને પ્રશિક્ષિત કરવા એક તાલીમ શિબિર યોજે છે. તાજેતરમાં ભાજપ દ્વારા ઉમેદવારોના મિસ કોલ દ્વારા સભ્ય પદની ચકાસણી કરવામાં આવી છે. ભાજપના આ અનંત શ્રેણીના કાર્યક્રમમાં સક્રિય પક્ષના ઉમેદવારો માટે રાહતને કોઈ સ્થાન નથી. એરલાઈન્સના વરિષ્ઠ વિસ્તારકે નામ ન આપવાની શરતે પત્રકારને જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના પરિવાર સાથે એક દિવસની રજા વિતાવી શક્યા નથી. બાળકોએ ફરીયાદ કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આગામી ર૦૧૯ની લોકસભા ચૂંટણી મોટી જવાબદારી છે. ઉત્તરપ્રદેશ ભાજપના જનરલ સેક્રેટરી વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે, વર્ષ ર૦૧૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પરિવર્તન યાત્રા પાછળ મહિનાઓ પસાર કરવા પડ્યા હતા. આ પરિવર્તન યાત્રા બાદ ભાજપે જુદા જુદા જિલ્લાઓમાં ઓબીસી અને મહિલા તેમજ યુવાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા કાર્યક્રમોની હારમાળા બનાવી દીધી હતી. પાઠકે જણાવ્યું કે, તાજેતરમાં ચૂંટણી પત્યા બાદ યોગી આદિત્યનાથ સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ દિનદયાલ ઉપાધ્યાયના જન્મદિને યાદગાર બનાવવા કાર્યક્રમો જાહેર કર્યા હતા જેને પગલે જિલ્લામાં છ મહિનામાં ૩૪ કાર્યક્રમો યોજાયા. આ પાર્ટીના કાર્યક્રમ પર દેખરેખ રાખવા ર૦૦ વિતરક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી અને દરેક સ્તર પર ઉમેદવારોની ભાગીદારી સુનિશ્ચિત કરવી પડતી હતી. ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર હવે વર્ષ ર૦૧૯ની ચૂંટણીમાં પ્રથમવાર વોટ આપવા જઈ રહેલા લાખો મતદાતાઓના ધ્રુવીકરણમાં વ્યસ્ત થવા જઈ રહી છે.
વ્યસ્ત કાર્યક્રમોને કારણે ઉત્તરપ્રદેશ ભાજપમાં ભડકાની દહેશત

Recent Comments