(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૩૦
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં રાવણી-કુબા ગામે રહેતાં રસીકભાઈ ફુલાભાઈ રાબડિયા (ઉ.વ.પ૧)એ હિરેનભાઈ મુળુભાઈ વિકમા (રહે.માંડવાડવાળા) વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ આ કામનાં આરોપી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાને લીધેલ હોય. જેની જામીનગીરી તરીકે જમીનનું સટાખત કરી આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ આ કામનાં આરોપીને વ્યાજ સહિત રૂા.૮ લાખ આપી દિધા હોવા છતાં ફરિયાદીને જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે મારી નાંખવાની ધમકી આપી તેમજ ફરિયાદીનાં ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી ફેન્સીંગ કરી નાંખી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરનાં પ્રોબેશ્નલ પીએસઆઈ પી.જે.બોદર ચલાવી રહ્યાં છે.