(એજન્સી) તા.૧૭
રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું કે અમેરિકા રસી અને દવાઓ આઘાત કરવામાં અડચણ ઉભી કરી રહ્યું છે. તેમણે કોરોના વાયરસ પેન્ડેમિકથી પહોંચી વળવા માટે જરૂરી રસી અને મેડિકલ મશીનો તેમજ ઓજારોને ખરીદવાના ઈરાનના પ્રયાસમાં અડચણ નાખવા પર પોતાના અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની આ કહેતા ટીકા કરી કે વ્હાઈટ હાઉસનું શૈતાની ટોળું વૃદ્ધ અને વિકલાંગોને પણ નિર્દયી પ્રતિબંધોથી છુટ આપી રહ્યું નથી. ડોકટર હસન રૂહાનીએ બુધવાર મંત્રીમંડળની બેઠકમાંં જણાવ્યું કે ઈરાનના રસી અને મેડિકલ મશીનોને આયાત કરવાના દરેક પ્રયાસમાં અમેરિકન સરકાર અડચણ ઉભી કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા આ હદ સુધી હેરાન કરી રહ્યું છે કે દવા ખરીદવા માટે કયારેક કયારેક એક સ્થળથી બીજા સ્થળે પૈસા પહોંચાડવામાં અઠવાડિયાઓ અને મહિનાઓનો સમય લાગી જાય છે. જો કે આ સાદુ કામ એક ફોન, મેસેજ અથવા સ્વીકારથી થઈ શકતું હતું. રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું કે ઈરાનનો કોરોનાની રસી ખરીદવાનો પાક્કો ઉદ્દેશ છે અને પૈસા પણ છે, પરંતુ અમેરિકા અડચણ ઉભી કરી રહ્યું છે તેનો અર્થ એ નથી કે લોકો તેનાથી નિરાશ થાય. અમે દરેક સ્થિતિમાં આ પરિસ્થિતિથી પહોંચી વળીશું. રાષ્ટ્રપતિ રૂહાનીએ જણાવ્યું કે અમે જલ્દી કોરોનાની રસી આયાત કરીશું અને સાથે જ રસી બનાવવાનો પ્રયાસ ઝડપી કરીશું.