(એજન્સી) બેઈજિંગ, તા.ર૦
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે મંગળવારે એક સંબોધનમાં જણાવ્યું છે કે, તેમની જમીનનો એક ઈંચ ટુકડો પણ નહીં આપે. તે માટે દુશ્મનો સાથે ખૂની સંઘર્ષ કરવા દેશ તૈયાર છે.
ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રને સંબોધતા શી જિનપિંગે કહ્યું કે, ચીનની જમીનનો ટુકડો કોઈને આપશે નહીં અને કોઈ કઈ પણ નહીં કહી શકે. તે માટે દુશ્મનો સામે ખૂની સંઘર્ષ માટે તૈયાર છીએ. ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે. તેમણે અલગાવવાદીઓને નિશાન પર લેતાં કહ્યું કે, ચીનના લોકોમાં અલગતાવાદીઓના પ્રયાસોને નિષ્ફળ બનાવવાની ક્ષમતા છે. તેમણે બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઈલામાના વિભાજનકારી ગણાવ્યા હતા. આ પહેલાં ચીને દલાઈલામા માટે કડક શબ્દો વાપરી તેમને ભિક્ષુકના વેશમાં અલગાવવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ચીન શાંતિપૂર્વક વિકાસ માર્ગ પર કામ કરતો રહેશે. ચીનની વધતી તાકાત અંગે શીએ દુનિયાને સંદેશ દેતા કહ્યું કે, તેમનો વિકાસ કોઈ અન્ય દેશ માટે ખતરો સાબિત નહીં થાય. અમેરિકા અંગે ટિપ્પણી કરતાં રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે, ચીન કદી પણ સત્તાના વિસ્તારમાં સામેલ નહીં થાય. તે એમના માટે છે જે દરેકને ધમકીરૂપે જુએ છે અને બીજાને ધમકી આપતા રહે છે. ચીનની સંસદના અધિવેશનમાં શી પિંગને પુનઃ ર૦ર૩ સુધી રાષ્ટ્રપતિ પદે ચૂંટી કાઢ્યા હતા. તેઓ આજીવન રાષ્ટ્રપતિ બની રહે તે માટેનો માર્ગ મોકળો કર્યો હતો. રાષ્ટ્રપતિ શીએ તેમના મહત્ત્વના સાથીઓને પદોન્નતિ કરી હતી. જેમાં પૂર્વ ભ્રષ્ટાચાર વિરોધી ઝાર કવીશેનને ઉપરાષ્ટ્રપતિ બનાવાયા હતા જ્યારે આર્થિક સલાહકાર લૂહીને નાયબ વડાપ્રધાન બનાવાયા હતા. બેંગનો અનુભવ અમેરિકા સાથે વેપારી સંબંધો વિસ્તારવામાં કામ લાગશે. જ્યારે લૂહી આર્થિક નીતિ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. રાષ્ટ્રપતિ શી દ્વારા કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવી પ વર્ષમાં ૧.પ મિલિયન અધિકારીઓને સજા કરાઈ હતી. પક્ષમાંથી ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ કરાયો છે.
કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલીએ રાષ્ટ્રપતિ શીને માઓના શ્રેષ્ઠ સુકાની ગણાવ્યા હતા. શી દ્વારા ર૦૧રમાં સત્તાગ્રહણ કર્યા બાદ સિવિલ સોસાયટી પર પગલાં લેવાનું ચાલુ કર્યું હતું. તેમણે પ્રતિબંધોને કડક બનાવી સેંકડો કાર્યકરો અને વકીલોની અટકાયત કરી હતી.