(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
૩૬ મહિલા મુસાફરોનું એક ગ્રુપ મંગળવારે સવારે શતાબ્દી એક્સપ્રેસમાં એક્સપાયરી ડેટ બ્રેડ ખાવાથી બીમાર પડી ગયું હતું. આ મહિલા મુસાફરોની સારવાર કરાયા બાદ કેટરર્સ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઘટના બાદ સફાળા જાગેલા રેલવે તંત્રે પાંચ દિવસ સુધી તમામ ટ્રેનોમાં પીરસાતા ફૂડની ક્વોલિટી ચકાસવા ફરમાન જારી કર્યું છે.
૩૬ મહિલા મુસાફરોનું એક ગ્રુપ મંગળવારે સવારે શતાબ્દી એક્સપ્રેસમાં એક્સપાયરી ડેટ બ્રેડ ખાવાથી બીમાર પડી ગયું હતું. બુધવારે સાંજે મંડળ રેલવે મેનેજરના આદેશ પર પીએનઆર દ્વારા આ ગ્રુપની બધી જ મહિલા મુસાફરોને સુરત રેલવે સ્ટેશને બોલાવવામાં આવી હતી. જ્યાં તેમને મંડળ રેલવે મેનેજર દ્વારા તેમની સહી સાથેનો વાર્ષિક કેલેન્ડર ભેંટ આપવામાં આવ્યું એટલું જ નહીં આઇઆરસીટીસીની આ બેદરકારી બદલે રેલવેએ બધી જ મહિલાઓથી માફી પણ માંગી હતી. જેના પગલે બધી જ મહિલાઓએ રેલવેના આ પગલાંની પ્રસંશા કરી હતી. રેલવેએ આ મહિલાઓને દહેરાદુન એક્સપ્રેસમાં સ્પેશિયલ સિટિંગ એરેજમેન્ટ કરી મુંબઇ રવાના કર્યા હતા. જેની સાથે સુરત સ્ટેશનના ડાયરેક્ટર સી.આર. ગરૂડા પણ સાથે રહ્યાં હતા. જેમણે નવસારી સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. મુંબઈથી અમદાવાદ જતી શતાબ્દી એકસપ્રેસમાં મંગળવારે યાત્રીઓએ બ્રેડ બટર આરોગ્યા બાદ તકલીફની ફરિયાદોથી હોબાળો મચ્યો હતો. જન સંપર્ક અધિકારી નરેન્દ્ર પીપલે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરને બે લાખનો દંડ કરી લાયસન્સ રદ કરવા દિલ્હી ખાતે રિપોર્ટ મોકલ્યો છે.