(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પાર્ટીમાં જ રહેશે અને પાર્ટીને છોડીને ક્યાંય જશે નહીં. તેમણે જણાવ્યું કે તેઓ પાર્ટીને છોડી દેશે એવી અફવાઓ હતી. આ અફવાઓને રદિયો આપતાં તેમણે કહ્યું કે, ટિકિટ ન મળવાને કારણે તેઓ પાર્ટી છોડી દેશે પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગું છું કે હું પાર્ટીમાં જ રહીશ અને બીજે ક્યાંય જઈશ નહીં. પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ લોકશાહી જોખમમાં છે એમ કહી શનિવારે પાર્ટી છોડી દીધી હતી. રાજકારણમાંથી યશવંત સિંહાની સંન્યાસની જાહેરાત કરતાં સમયે પૂર્વ બીજેપીના વડાએ એનડીએ પર લોકશાહી સંસ્થાઓનું ઓછું મૂલ્યાંકન કરતા હોવાનો આક્ષેપ મૂકયો હતો. ત્યારબાદ શત્રુઘ્ન સિંહાની ટીકાઓ સામે આવી હતી. પટના ખાતે શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના પક્ષના રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમણે બીજેપી સાથે તમામ છેડાઓ ફાડી નાંખ્યા છે અને તેઓ અન્ય રાજકીય પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ગત મહિને શત્રુઘ્ન સિંહાએ એવો સંકેત આપ્યો હતો કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી અલગ પક્ષની ટિકિટ પરથી લડી શકે છે.