(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
શનિવારે ચાંદ ન દેખાતા આ વર્ષે રપમી મેના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે એમ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ અહેમદ બુખારીએ જણાવ્યું હતું. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે. વિશ્વભરના મુસ્લિમો ઈદ ર૦ર૦ની ઉજવણી કરવા તૈયારી કરી રહ્યા છે. ૩૦ દિવસના રોજા પૂર્ણ થયા બાદ મુસ્લિમો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ જણાવ્યું હતું કે, આજે ચાંદ ન દેખાતા હવે રપમી મે સોમવારના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે. આ વખતની ઈદમાં સાવચેતીઓ અને સામાજિક અંતરની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. આપણે હસ્તધૂનન અને એકબીજાને ભેટવાથી દૂર રહેવું જોઈએ તેમજ સરકારે જાહેર કરેલા કોરોનાના દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઈએ.
શનિવારે ચાંદ ન દેખાતા રપમી મે સોમવારના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે : જામા મસ્જિદના શાહી ઈમામ

Recent Comments