(એજન્સી) વોશિંગ્ટન, તા.ર
અવકાશયાત્રીઓએ ૭૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલા શનિ જેટલા કદના વિશાળ ગ્રહના ગરમ વાતાવરણમાં પાણીનો મોટો જથ્થો શોધી કાઢ્યો છે. નાસાએ ગુરૂવારે કહ્યું છે, WASP ૩૯b નામના આ ગ્રહ પર શનિ કરતાં પણ ૩ ગણું પાણી છે. જો કે આપણા સૌર મંડળમાં આવો કોઈ જ ગ્રહ રહેતો નથી. WASP ૩૯b નામના આ ગ્રહે તારાઓની આજુબાજુ રહેતા ગ્રહો કેવી રીતે રચાયેલા છે તે અંગેના પુરાવા રજૂ કરે છે.
નક્ષત્રમાં રહેતો આ WASP ૩૯b નામનો ગ્રહ સૂર્ય જેવા તારા કે જેને WASP ૩૯b કહેવાય છે તેની આસપાસ ૪ દિવસમાં પોતાનું ભ્રમણ પુરૂ કરે છે.
આ ગ્રહ પૃથ્વી જેટલો સૂર્યની નજીક છે, તેના કરતાં તેના તારાથી પણ ર૦ ગણો નજીક છે. પૃથ્વી જેમ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે. પરંતુ આ ગ્રહ માત્ર પોતાના તારાની આસપાસ જ ભ્રમણ કરે છે તે પોતાની ધરી પર ભ્રમણ કરતો નથી. નાસાએ હાલની નવીન ટેકનોલેજીની મદદથી આ ગ્રહની ચોકસાઈપૂર્ણ તસવીરો લીધી છે.
મુખ્ય તપાસકર્તા હન્નાહે જણાવ્યું કે હજુ પણ અમારે આ અંગે વધુ તપાસ કરવાની છે, જેથી અમે આપણા સૌર મંડળને સંપૂર્ણપણે સમજી શકીએ.
શનિ જેટલા કદના ગ્રહના વાતાવરણમાં અવકાશયાત્રીઓએ પાણી શોધ્યું

Recent Comments