મુંબઇ,તા.૬
એક સમયની લોકપ્રિય અભિનેત્રી શબાના આઝમીએ તેના ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રનૌતને આડે હાથ લીધી છે. શબાનાના મતે કંગનાને ડર છે કે તે કદાચ ચર્ચાઓમાંથી બહાર આવી જશે તો તેને કોઇ પુછશે નહી આથી કંગના કારણ વગર ઉંબાડીયા લીધા કરે છે. શબાનાએ કંગનાને એક સારી અભિનેત્રી બનવાની સલાહ આપી છે અને શબાનાએ પહેલાતો ફક્ત અભિનય ઉપર વધુ ધ્યાન આપવાની વાત કરી છે. શબાના આઝમીએ મંગળવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંગનાએ આ બધા નિવેદનો ફક્ત એટલા માટે આપ્યા છે કે તે સતત ચર્ચામાં છવાયેલી રહેવા માંગે છે શબાનાએ કહ્યું કે કંગનાએ તેની તમામ શક્તિ અને ધ્યાન તેના અભિનય પર કેન્દ્રિત કરવું જોઈએ. શબાના આઝમી કહે છે, ‘કંગનાએ ફિલ્મ ઉદ્યોગમાં નારીવાદ શીખવ્યો હતો અને રાષ્ટ્રવાદ શીખવનાર તે જ હતી. મને ખુશી છે કે તેણે આ કહ્યું છે. કારણ કે, આ મામલે બીજા કોઈએ ધ્યાન આપ્યું ન હતું. મને લાગે છે કે કંગનાને મનમાં ડર છે કે જો તે આવતીકાલે ચર્ચામાંથી બહાર આવી જશે તો તેનો સિતારો આથમી જશે. તેથી તે સતત આવા નિવેદનો કરતી રહે છે. તેણે જે કરવું તે શ્રેષ્ઠ કરવું જોઈએ, એટલે કે અભિનય.
પોતાના નિવેદનોમાં કંગના સતત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેકને એક જ કહેતી રહી છે. આ અંગે શબાના કહે છે કે દરેક જગ્યાએ અલગ લોકો જોવા મળે છે. આનો અર્થ એ નથી કે બધા લોકો એક રંગમાં રંગાયેલા છે. ખરેખર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવીને દેશ અન્ય મુદ્દાઓથી વિચલિત થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા અભિનેતા અક્ષય કુમારે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લોકોને વિનંતી કરી છે કે આખા ઉદ્યોગને એક દૃષ્ટિકોણથી ન જુઓ.
Recent Comments