(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
અમેરિકાએ પોતાના ત્યાં વીઝા પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે જેનાથી ભારતીયોને ઘણો ફાયદો મળશે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા અમેરિકાએ વિઝા પ્રતિબંધોને લાગુ કરી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ-૧બી વિઝા ધારકો માટે નિયમોમાં ઢીલ આપી છે જેથી તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકે. ભારતીય આ વિઝા દ્વારા સૌથી વધારે સંખ્યામાં અમેરિકા જાય છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રએ કહ્યું છે કે, તેઓ એચ-૧બી વિઝા ધારકો માટે બનાવવામાં આવેલા નિયમોમાં કેટલીક છૂટછાટ આપી રહ્યા છે જેથી તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવી શકે. જો કે, આ માટે એક શરત રાખવામાં આવી છે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વિઝા ધારકોએ તે જ નોકરી કરવા માટે પાછું ફરવું પડશે જેને તે વિઝા પ્રતિબંધો પહેલાં કરી રહ્યા હતા. અમેરિકી વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું કે, આશ્રિતોને પણ પ્રાથમિક વિઝા ધારકોની સાથે મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યું કે, એક જ એમ્પ્લોયર અને પોતાની જૂની જ નોકરીને ફરીથી શરૂ કરનારોને આવવાની પરવાનગી આપવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ તકનિકી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના સંચાલકો અને અન્ય કામદારોને પણ મુસાફરીની અનુમતિ આપી છે જે એચ-૧બી વિઝા ધારક છે અને જેમની મુસાફરી સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક પરિસ્થિતિને સુવિધાજનક બનાવવા માટે જરૂરી છે. અમેરિકા પર કોરોના વાયરસ મહામારીનો ખાસો પ્રભાવ જોવા મળ્યો છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણયને લેવાયો છે. અમેરિકા વહીવટીતંત્રએ તે વિઝા ધારકોને છૂટ આપી છે જે કોવિડ-૧૯ મહામારીના પ્રભાવોને ઓછા કરવા માટે અથવા નોંધપાત્ર જાહેર આરોગ્ય લાભોવાળા વિસ્તારમાં ચાલી રહેલા તબીબી સંશોધનનું સંચાલન કરવા માટે જાહેર આરોગ્ય અથવા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો કે સંશોધક તરીકે કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૨ જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત કેટલીક અમેરિકી વિઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી.