(એજન્સી) તા.૧૨
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર ૧, જાન્યુ.૨૦૧૮ના રોજ ભીમા-કોરેગાંવ ખાતે ફાટી નીકળેલી હિંસામાં તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની (સીટ) રચના કરવાની શક્યતા પર વધુ એક વાર વિચારણા કરી રહી છે. એનસીપીના વડા શરદ પવારે ૧૦, સપ્ટે. મુંબઇમાં એક તાકિદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એનસીપી અને કોંગ્રેસ બંનેના પ્રધાનો પણ હાજર હતાં.
આ અગાઉ પણ એનસીપીના પ્રમુખ શરદ પવારે એલગાર પરિષદ મામલામાં કાર્યકરોની ધરપકડને અયોગ્ય અને બદલાની ભાવનાથી થઇ હોવાનું જણાવીને પૂણે પોલીસની કાર્યવાહી સીટ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે સીટની રચના કોઇ નિવૃત્ત ન્યાયમૂર્તિના વડપણ હેઠળ થવી જોઇએ. સાથે જ શરદ પવારે ધરપકડમાં સામેલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માગણી કરી હતી.
આમ શરદ પવારે આ મુદ્દે પ્રથમ વખત રસ લીધો છે એવું નથી. ત્યારબાદ દેવેન્દ્ર ફડનવીસની સરકારે વિદાય લેતાં કેન્દ્ર સરકારે આ કેસ એનઆઇએને સોંપ્યો હતો. એનઆઇએ આ કેસ સંભાળ્યાં બાદ અગાઉ થયેલ ૯ ધરપકડ સાથે છ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દ.મુંબઇમાં વાય બી ચૌવાણ સેન્ટર ખાતે યોજાયેલ બેઠકમાં પવારે તપાસ પરની અદ્યતન માહિતી માગી હતી. એનસીપી તરફથી નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ બેઠકમાં હાજર હતાં. કોંગ્રેસના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ અને ઉર્જા પ્રધાન નીતિન રાઉત પણ હાજર હતાં. એસીએસ (ગૃહ) સીતારામ કુંતે અને અગ્ર સચિવ (ગૃહ) અમિતાભ ગુપ્તાને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં હતાં. આમ શરદ પવાર ફરી એક વખત અલગાર પરિષદમાં સીટની રચના કરવા વિચારી રહ્યાં છે.
Recent Comments