નવી દિલ્હી, તા.૨૦
એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે અઢી દિવસની અંદર ૮ વિકેટની શરમજનક હાર બાદ કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ ખૂબ ગુસ્સે ભરાયા છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો બરાબરના ભડક્યા છે અને એક કે બીજી રીતે આક્રોશ ઠલવી રહ્યા છે. તો કેટલાક પ્રશંસકો તો એક અલગ માગ કરી રહ્યા છે. શુક્રવારની રમત પૂરી થઈ ત્યારે કોઈએ ખરેખર કલ્પના કરી ન હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને પણ એવોર્ડ વિતરણ સમારોહમાં કહ્યું હતું કે જે કંઇ પણ થયું તે માની ન શકાય તેવી ઘટના હતી. હવે આ પરાજય પછી ચાહકો ખૂબ નારાજ છે, તેમની નારાજગી સમજી શકાય છે. આ કેટેગરી સોશિયલ મીડિયા છે.
પરંતુ ક્રિએટિવ મીમ્સ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ પરાજય મળતા જ પ્રશંસકો બરાબરના ભડક્યા છે જે કોચ રવિ શાસ્ત્રીને આ હાર બાદ તેમના પદ પરથી હટાવી દેવામાં આવે અને રાહુલ દ્રવિડને કોચ બનાવવામાં આવે. આમ જોવા જઇએ તો દ્રવિડને કોચ બનાવવાની વાત સીરીઝ શરૂ થઇ તે પહેલા જ શરૂ થઇ હતી, આ હાર બાદ પ્રશંસકો વધારે આક્રોશમાં આવીને કોચ બદલવાની વાત પર આવી ગયા છે. આમ જોવા જઇએ તો રાહુલ દ્રવિડની યાદ આવે તો કોઇ ચોંકાવનારી વાત નથી.