(એજન્સી) તા.૧પ
તમિલનાડુમાં ભારતીય સ્ટેટ બેંક (જીમ્ૈં)એ ફરીથી શિક્ષણ લોન લીધેલા વિદ્યાર્થીઓને બદનામ કર્યા છે. આ વખતે જીમ્ૈંની અરાકકોનમ શાખાએ આ કર્યું છે. ટી. વેલમૂરુગન, પ્રમુખ, તામિઝાગા વઝ્‌વુરિમાઇ કાતચી (્‌ફદ્ભ)એ જણાવ્યું કે, “જીમ્ૈંની અરકકોનમ શાખામાંથી, જે વિદ્યાર્થીઓએ શિક્ષણ લોન લીધી છે અને જેમણે ખેતીની લોન લીધી હોય તેમના ફોટા શાખાના પરિસરની બહાર પ્રદર્શિત કરે છે, એ પ્રશ્ન સાથે કે ‘શું તમારે પણ અહીં સામેલ થવું છે ?’ આ જોઈને અચંબો થાય છે.’’ તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘‘શું જીમ્ૈંએ વિજય માલ્યાના ફોટા તેના પરિસરની બહાર ડિફોલ્ટર તરીકે રાખ્યા છે.” તેમણે કહ્યું કે માલ્યા અને નીરવ મોદી જેવા ઘણા કોર્પોરેટ લોન ડિફોલ્ટરો ભારતમાંથી છટકી ગયા છે અને કેટલાક વિદેશમાં વૈભવી જીવન જીવી રહ્યા છે અને ભારત સરકાર અને બેંકોએ કોઈ પગલાં ભર્યા નથી.
વેલ્મૂરુગને કહ્યું કે એજ્યુકેશન લોન લેનારાઓને રોજગારી મળી નહીં હોય તેથી લોન ભરપાઈ નહીં કરી હોય. એજ્યુકેશન લોન ટાસ્ક ફોર્સ (ઈન્‌હ્લ)ના કન્વીનર કે શ્રીનિવાસને ૈંછદ્ગય્ને જણાવ્યું કે, “બેન્કરો અસંવેદનશીલ છે અને જો કોઈ વિદ્યાર્થી બદનામ થયા પછી કોઈ અજુગતું પગલું લેશે તો જીમ્ૈં જવાબદારી લેશે ?” શ્રીનિવાસે કહ્યું કે એજ્યુકેશન લોન સ્કીમમાં ૧૫ વર્ષના સમયગાળામાં ટેલિસ્કોપિક રિપેમેન્ટની સુવિધા છે. વિદ્યાર્થીએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યાના એક વર્ષ પછી લોનનો પ્રથમ હપ્તો ભરવાનો હોય છે. શ્રીનિવાસે કહ્યું કે, “જો લોન લેનાર મુશ્કેલીમાં મુકાઈ જાય તો બેંકો લોનના ચલણ દરમિયાન ત્રણ વખત મુદત આપી શકે છે.” એક ભૂતપૂર્વ બેન્કર શ્રીનિવાસને પૂછ્યું, “શું જીમ્ૈં તેના કોર્પોરેટ ડિફોલ્ટરોનાં ફોટા પ્રદર્શિત કરવા તૈયાર છે ? પરંતુ નબળા વિદ્યાર્થીઓના કિસ્સામાં, એવું લાગે છે કે બેંકિંગ કાયદા લાગુ પડતા નથી.” આ પહેલીવાર નથી જ્યારે જીમ્ૈંની શાખાએ શિક્ષણ લોન લેનારાઓને બદનામ કર્યા છે. ૨૦૧૩માં, થેની જિલ્લાની જીમ્ૈંની બોડિનાયાકાનુર શાખા પર, જે અહીંથી લગભગ ૫૧૫ કિલોમીટર દૂર છે, વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના ફોટા તેમની શૈક્ષણિક લોન ડિફોલ્ટ કરવા માટે લગાવ્યા હતા. તે સમયે ડ્ઢસ્દ્ભના સ્વર્ગસ્થ પ્રમુખ એમ. કરુણાનિધિએ જીમ્ૈંની ટીકા કરી હતી. કરૂણાનિધિએ કહ્યું હતું કે, “જ્યારે ઘણા પૈસાના શાર્ક લોન ભરપાઈ નહીં કરીને હજારો કરોડ રૂપિયાની બેન્કો સાથે છેતરપિંડી કરે છે ત્યારે શિક્ષણ લોન ડિફોલ્ટ કરવા બદલ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓના ફોટા પ્રદર્શિત કરવા, તેમને બદનામ કરનારું છે.”