(એજન્સી) રિયાધ, તા. ૬
સઉદી સરકાર દ્વારા ઇસ્લામિક શરિયત કાયદાનો ભંગ કરીને રાખવામાં આવતા નામો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. રાજાશાહીમાં નામોની નોંધણી માટેના નવા કાયદાઓને આંતરિક મંત્રાલયના નાગરિક બાબતોની એજન્સીએ બહાર પાડવા દરમિયાન આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર અબ્દ રસૂલ(હઝરત મુહમ્મદ(સ.અ.વ)ના ગુલામ) જેવા નામોની નોંધણી કરવામાં આવશે નહીં. આ સંબંધિત ફતવા અથવા ધાર્મિક રીતે પ્રતિબંધિતને કારણે છોકરીઓના નામ જેમ કે, મલક(પરી)ને પણ પરવાનગી અપાશે નહીં. આ પ્રતિબંધો નામ અને હુલામણા નામો પર પણ જારી રહેશે. નવા કાયદા અનુસાર સંયોજિત નામો જેમ કે, મુહમ્મદ સાલેહ અનએ મુહમ્મદ મુસ્તફાને પણ હવે પરવાનગી આપવામાં નહીં આવે. સઉદીના દેશોમાં એવી પ્રથા છે કે, પોતાના વડવાઓના નામે નવા જન્મેલા બાળકોના નામ રાખવા પરંતુ હવે આ પ્રથા બદલવામાં આવશે. જોકે, એજન્સી દ્વારા આ અંગે કોઇ સત્તાવાર ખુલાસો અપાયો નથી જોકે, તેની ધાર્મિક રીતે ખરાઇ કરવાની બાકી છે. એવું પહેલીવાર બન્યું નથી કે, સઉદી અરબમાં નામો રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, વર્ષ ૨૦૧૪માં પણ આંતરિક મંત્રાલયે એવા ૫૧ નામ સૂચવ્યા હતા જેને યોગ્ય માનવામાં આવતા નથી જેમાં સામાજિક, ધાર્મિક અને પશ્ચિમી ઝલક દેખાતી હોય. આવા નામોમાં લિન્ડા અને સેન્ડીનો પણ સમાવેશ થાય છે. અબ્દુલ નાસર અને બિનયામીન(બેન્જામિન) જેવા નામો પણ સઉદી અરબમાં પ્રતિબંધિત કરાશે.