જૂનાગઢ, તા.પ
અરૂણાચલ પ્રદેશ ખાતે શહીદ થનાર ભારતીય ફોજમાં ફરજ બજાવતા વીર જવાન શહીદ ઈમરાન સાયલીના પાર્થિવ દેહની દફનવિધિ માદરે વતન તલાળા ગીર ખાતે કરાઈ હતી. મુસ્લિમ રીતિરિવાજ મુજબ દફનવિધિના ત્રીજા દિવસે શહીદ ઈમરાન સાયલીની મજલીસ, મિજલસ તલાળાના રમરેચી રોડ ઉપર આવેલ નગીના મસ્જિદ ખાતે રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દુઃખદ પ્રસંગમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાતના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણે હાજર રહી શહીદ ઈમરાનભાઈના પિતા કાળુભાઈ સાયલી તથા નિવૃત્ત પી.આઈ. એ.કે. ચોટીયારા સહિત શહીદના પરિવારજનો તેમજ સિદી સમાજના અગ્રણીઓએ સાંત્વના પાઠવી હતી.