સુરેન્દ્રનગર, તા.૩૧
દેશની સરહદો પર જાનની પરવા કર્યા વગર દેશના રક્ષણ માટે દિન-રાત ખડે પગે રહેનારા જવાનોને દુશ્મન દેશના સિપાહીઓની સાથે અનેક કુદરતી આપત્તિઓનો પણ સામનો કરવો પડતો હોય છે. લદાખમાં હિમવર્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છતરિયાળા ગામનો યુવાન શહીદ થતાં આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ચુડા તાલુકાના છતરિયાળા ગામનો યુવાન લવજીભાઈ માવજીભાઈ મકવાણા ભારત દેશની સરહદે લેહ લડાખ ખાતે ઈએમઈ બટાલિયન રેજિમેન્ટમાં ૧/૯ ગ્રુપમાં ફરજ દરમિયાન હિમપાતના તોફાનમાં ગંભીર ઈજાઓ થતાં આર્મીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા આજે ઝાલાવાડના વીર સપૂતને તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છતરિયાળા ગામે લાવી આર્મીના જવાનો દ્વારા લવજીભાઈ માવજીભાઈના ગોડ ઓફ ઓનરની સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદની અંતિમ યાત્રામાં સ્વયંભૂ બંધ પાળી ગામ લોકો જોડાયા હતા.