(એજન્સી) તા.ર૯
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે અમેરિકા તેમજ તેના ક્ષેત્રીય ઘટકોને સંદેશ આપી દીધો છે કે વોશિંગ્ટનની વર્તમાન સરકાર પોતાના અંતિમ દિવસોમાં ખતરનાક રમવાનો પ્રયાસ ના કરે અને અમે પોતાના દેશની સુરક્ષામાં સહેજપણ સંકોચ કરીશું નહીં. ખતીબઝાદેહે વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમ્દુલ્લાહ મુહિબના ઈરાન પ્રવાસ તરફ ઈશારો કરતા જણાવ્યું કે આ દેશના વિવાદો તેમજ સંકટોનું એકમાત્ર સમાધાન રાજનૈતિક છે અને આ દેશમાં અમેરિકાની વિધ્વંસક હાજરીને ધ્યાનમાં રાખતા ઈરાન તમામ અફઘાન જૂથોને સમગ્ર મંત્રણાનું આમંત્રણ આપે છે. તેમણે પાછલા અઠવાડિયે પરમાણુ સમજૂતીના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક વિશે જણાવ્યું કે વિદેશ મંત્રી ઝરીફે આ બેઠકમાં ભાર આપીને જણાવ્યું કે તમામ પક્ષોએ પોતાના વચનો પર અમલ કરવો જોઈએ. ખતીબઝાદેહે જણાવ્યું કે ઈરાનની નીતિ સારા પાડોશના સિદ્ધાંત પર આધારિત છે. પરંતુ અમેરિકાએ ઈરાનના પાડોશી દેશોને અશાંતિની છાવણી બનાવી દીધી છે. તેમણે જણાવ્યું કે ઈરાને અનેક વખતો પોતાના પાડોશી તેમજ મિત્ર દેશોને જણાવ્યું છે કે તે વ્હાઈટ હાઉસની ઉદૃંડી સરકારની અવગણના કરતા પોતાની ફરજોનું પાલન કરે અને રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રના આધારે ઈરાનને પણ પોતાની સીમાઓની કાયદાકીય પ્રતિરક્ષામાં સહેજપણ શંકા નથી. તેમણે જણાવ્યું કે અમેરિકાએ જનરલ સુલેમાનીની હત્યા કરી મોટી ભૂલ કરી છે અને નિશ્ચિત રીતે હત્યા કરવા અને હત્યાનો આદેશ આપનારા અમેરિકનોને સજા આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઈરાન શહીદ સુલેમાનીનું લોહી કયારેય પણ વ્યર્થ જવા દેશે નહીં.
Recent Comments