અમદાવાદ, તા.૧૧
કિડનીની બિમારી નોન કમ્યુનિકેબલ ડિસિઝ (એનસીડી) છે અને હાલમાં વિશ્વભરમાં આશરે ૮પ૦ મિલિયન લોકો કિડનીની બિમારીઓથી અસગ્રસ્ત છે. અમદાવાદની વાત કરીએ તો આજના અત્યંત તણાવભર્યા જીવનની સાથે-સાથે લોકોમાં મેદસ્વિતા, ધુમ્રપાન અને પેઈન કિલરના વધુ પડતાં ઉપયોગને કારણે કિડનીની બિમારીઓ વધી રહી છે. પરંતુ પ્રદૂષણ પણ કિડનીની બિમારીઓ પાછળનું એક મોટું પરિબળ છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં હવામાં પ્રદૂષણની સાથે-સાથે પ્રદૂષિત ભૂગર્ભ જળને કારણે પણ લોકોને ગંભીર કિડનીની બિમારીઓ હોવાનું અનુભવાયું છે. જો કે, હવે શહેરના પશ્ચિમના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ કિડનીની બિમારીઓ વધી રહી હોવાનું જોવાઈ રહ્યું છે. મર્ક્યુરી, લીડ અને કેડમિયમ જેવી ધાતુઓ સીકેડી સાથે સીધો સંબંધ ધરાવે છે તથા ગર્ભવતી સ્ત્રીઓ માટે વધુ જોખમી બને છે.
નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ.જિગર શ્રીમાળીએ વર્લ્ડ કિડની ડે ર૦ર૦ની ઉજવણી કરતા અમે લોકોમાં કિડનીની બિમારીઓ વિશે, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની ડોનેટ કરવા માટે જાગૃતિ ફેલાવવા અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું.