નોકર મંડળ દ્વારા હડતાળ સમાપ્તિની જ્યારે ગુજરાત સફાઈ કામદાર સંઘની યથાવત્‌ રાખવાની જાહેરાત

પાંચ માંગમાંથી ત્રણની ભલામણ કરતા હડતાળનો અંત આવ્યો હતો, પરંતુ લેખિતમાં ન આપતા ફાંટા પડ્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૯
શહેરના સફાઈકર્મીઓ પોતાના વારસાઈના હકની માંગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. દરમિયાન ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની સમિતિએ સફાઈકર્મીની પાંચ માંગમાંથી ત્રણની ભલામણ કરતા હડતાળનો અંત આવ્યો હતો. પરંતુ હડતાળની સમાપ્તિ મામલે યુનિયન આગેવાનોમાં જ ફાંટા પડ્યા છે. મ્યુનિસિપલ નોકર મંડળે હડતાળ સમાપ્તિની જાહેરાત કરી હતી જ્યારે ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા હડતાળ યથાવત્‌ રાખવાની જાહેરાત કરાઈ છે, આમ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હડતાળ યથાવત્‌ રાખવાની જાહેરાત કરાઈ છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમાધાનમા કરવામાં આવેલ પત્ર વ્યવહારની ગેરસમજને કારણે કામદાર યુનિયન ગેરમાર્ગે દોરાયા છે. આ માગણીઓ લેખિતમાં ન સ્વીકારતા હડતાળ યથાવત્‌ રાખવામાં આવી છે.
મ્યુનિસિપલ નોકર મંડળના સેક્રેટરી કલ્પેશ મકવાણાએ સફાઈકર્મીઓની હડતાળ સમેટાઈ હોવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટી બનાવી હતી. નવી શાસક પાંખ આવશે એ બાદ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મૂકવામાં આવશે. કોન્ટ્રાક્ટ પ્રથા ચાલી રહી છે, તે બંધ થાય એમ નથી. વારસાઈ અંગેના મુદ્દાને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા ખાતરી આપી છે. વયમર્યાદાના કારણે રિટાયર્ડ થયા એ લોકોને વારસદારની નોકરીના હક્ક અંગે ચર્ચા થઈ હતી, આમ આવતીકાલ ૩૦ ડિસેમ્બરથી શહેરમાં સફાઈ શરૂ થશે. તેવી તેમણે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પાંચ માંગમાંથી ત્રણની ભલામણ કરતા હડતાળનો અંત આવ્યો છે, પરંતુ હડતાળની સમાપ્તિ મામલે યુનિયન આગેવાનોમાં જ ફાંટા પડ્યા હતા. મ્યુનિસિપલ નોકર મંડળે હડતાળ સમાપ્તિની જાહેરાત કરી હતી જ્યારે ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા હડતાળ યથાવત્‌ રાખવાની જાહેરાત કરાઈ હતી.