શહેરા, તા.ર૩
શહેરા તાલુકાના સરકારની યોજનાઓનો લાભ લેવા પેતરા રચાતા હોય છે. જેમાં કેટલાક કર્મચારીઓ દ્વારા ખોટુ રિપોટીંગ કરીને મળવા પાત્ર ન હોય તેવા લાભાર્થીઓને લાભ મળતો હોય છે. જેને લઈ પ્રધાનમંત્રી આવાસ યોજના સાચા લાભાર્થીઓ વંચિત રહી જતા હોય છે. તાજેતરમા તાલુકાની વિવિધ એજન્સીઓ દ્વારા આવાસ યોજનાની સર્વેની કામગીરી હાથ ધરવામા આવેલ હતી. જેમાં મોટી સંખ્યામા ફોર્મ આવતા વહીવટી તંત્ર ચોકી ઊઠ્યું હતૂ.સાચા લાર્ભાથીઓ રહી ન જાય તે માટે રિસર્વેની કામગીરી માટે શિક્ષકો અને આચાર્યોને કામગીરી સોપવામા આવેલ હતી. કોરોનાના માહોલ વચ્ચે શિક્ષણની કામગીરી કરતા શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવતા શિક્ષક આલમમાં રોષ વ્યાપ્યો હતો અને ખોટુ સર્વે કરીને સરકારી નાણા અને સમયનો વ્યય કરનાર સર્વેયરો સામે શિક્ષાત્મક કાર્યવાહીની માગ વચ્ચે સંઘના હોદ્દેદારો તાલુકા મથકે દોડી આવી શિક્ષકો સામે મંત્રણા હાથ ધરીને સમાધાન કારી ફોર્મ્યુલા હાથ ધરતા હાશકારો થયો છે.
Recent Comments