(એજન્સી તા.૧ર
એક નવા અધ્યયન મુજબ શહેરી ભારતના લગભગ ૭૦ જેટલા લોકો માનસિક સ્વાસ્થ્યની બીમારીથી પીડાય છે અથવા તેનાથી પીડાતા હોવાનો દાવો કરે છે. ટાઇમ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આ અધ્યયનમાં મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલોર, જયપુર, પટના, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, બરેલી, ગુવાહાટી, રાયપુર અને મંગ્લોરમાં ૨,૪૪૦ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે શહેરી ભારતમાં ૭૦% લોકો માનસિક આરોગ્યની બિમારીથી પીડાય છે અથવા તેનાથી પીડાય એવો દાવો કરે છે અથવા પોતે જાણે છે. જે લોકો માનસિક સ્વાસ્થ્યની બીમારીથી પીડિત છે તેઓ ડિપ્રેસનથી પીડાય છે એવા ૫૮ ટકા લોકો છે. આ અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું છે કે ૭૬ ટકા લોકો માને છે કે દરેક લોકો પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે ખુલ્લા મને વાત કરતાં નથી અને માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ હજુ પણ શરમ અનુભવે છે અને તેને કલંક ગણે છે. આ અભ્યાસ મુજબ લગભગ ૫૨ ટકા લોકોને માનસિક સ્વાસ્થ્ય ચિકિત્સક સાથે મળવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ૬૩ ટકા લોકો માને છે કે તેઓને તેમની બીમારી માટે દવા ખરીદવામાં મુશ્કેલી પડે છે. આ અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે ૫૪ ટકા લોકો આરોગ્ય વીમા પોલિસીમાં સમાવેશ કરવામાં આવેલ રોગો વિશે સંપૂર્ણપણે જાગૃત નથી અને ૪૭ ટકા લોકો માનસિક આરોગ્ય બિમારીઓની સારવારને આવરી લેવા માટે આરોગ્ય વીમા પોલિસી માટેના સરકારના આદેશથી અજાણ છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, શહેરી ભારતનો ૫૫ ટકા લોકો આર્થિક દબાણને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવનું મુખ્ય કારણ માનતા હોય છે. આ અભ્યાસ ટાઇમ્સ નેટવર્કની ઈંછષ્ઠંર્દ્ગુ પહેલનો એક ભાગ છે જેનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવા, માનસિક સ્વાસ્થ્ય વિશે વાતચીતને સામાન્ય બનાવવા અને લોકોને અન્યની માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવ આપવા સંવેદનશીલ બનાવવાનો છે.