અમદાવાદ, તા.૨૦
રાજ્ય સરકારે નવા ટ્રાફિકના કાયદાનો અમલ શરૂ કરતા વાહનચાલકોમાં ખાસ કરીને શહેરી વિસ્તારના વાહનચાલકોમાં હેલ્મેટના કારણે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. જો કે, મુખ્યમંત્રીના મત વિસ્તાર રાજકોટ શહેરની પ્રજાએ અને વેપારીઓએ કાયદો અમલમાં આવ્યો ત્યારથી હેલ્મેટનો વિરોધ શરૂ કર્યો છે અને હેલ્મેટનો કાયદો રદ્દ કરવાની માંગ સાથે દર બુધવારે “હેલ્મેટ ગો બેક” “જનતા જાગે હેલ્મેટ” ભાગેના સૂત્રો સાથે શહેરભરમાં પદયાત્રા કરી રહ્યા છે.
શહે૨ી વિસ્તા૨માં જેની જરૂ૨ નથી હેલ્મેટ પહે૨વાની ઈચ્છા નહી હોવા છતાં આક૨ા દંડથી બચવા જનતાને નાછુટકે હેલ્મેટ પહે૨વાની સ૨કા૨ે ફ૨જ પડી છે આથી આમ જનતાને જાગૃત ક૨વા ૨ાજકોટના યુવાન પ્રતાપસિંહ દાદભા જાડેજાએ દ૨ બુધવા૨ે શહે૨ના મુખ્ય માર્ગો પ૨ પદયાત્રા ક૨ી હેલ્મેટનાં નવા ટ્રાફિક નિયમના હેલ્મેટ કાયદાનો અનોખો વિ૨ોધ પ્રદર્શિત ક૨ી જનતાને જાગૃત ક૨વાનું બીડુ ઝડપ્યું છે. ૨ાજકોટના વતની ખાનગી નોક૨ી ક૨તા પ્રતાપસિંહ દાદભા જાડેજાએ હેલ્મેટનો કાયદો ૨દ ક૨વાની માંગ ઉઠાવી છે. સોશ્યલ મીડીયામાં વડાપ્રધાનથી માંડી ગુજ૨ાત ૨ાજયના મુખ્યમંત્રી સુધી હેલ્મેટનો ફ૨જિયાત અમલ ૨દ ક૨વાની માંગણી ક૨ી ચુક્યા છે. દ૨ બુધવા૨ે પ્રતાપસિંહ જાડેજા હાથમાં તિ૨ંગો શ૨ી૨ે વિવિધ સૂત્રો “જનતા જાગે, હેલ્મેટ ભાગે” “પીયુસી એટલે પબ્લીકને ઉલ્લુ બનાવવાનું સર્ટીફીકેટ” ફ૨જિયાત “હેલ્મેટની તાનાશાહી બંધ ક૨ો”, “હેલ્મેટ ગો બેક લૂંટ મા૨ી બંધ ક૨ો” સહિતના બેન૨ો સાથે દ૨ બુધવા૨ે પોતે જાતે અને ઘણી વખત મિત્રો સાથે ૬ કિ.મી. સુધી મુખ્ય માર્ગોમાં પદયાત્રા કાઢી હેલ્મેટ કાયદાનો અનોખો વિ૨ોધ પ્રદર્શિત ક૨ી ૨હયા છે. તેમની પદયાત્રામાં સિનીય૨ સિટીઝન, દિવ્યાંગો, મહિલાઓ સમર્થન આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ભરચક ટ્રાફિકમાં કે જ્યાં દ્વીચક્રી વાહન ૪૦ કિ.મી.થી વધારે સ્પીડમાં ચલાવી શકાતું નથી, ત્યાં હેલ્મેટની જરૂર ન હોવાનું લોકો માની રહ્યા છે. ઉલ્ટાનું હેલ્મેટને કારણે સાઈડવિઝન બરાબર ન રહેવાથી ઘણીવાર અકસ્માત થવાનો ભય રહે છે. ઉપરાંત વારંવાર દુકાનોમાં, ઓફિસોમાં કે ખરીદ કરવા જતી વખતે હેલ્મેટ સાચવવાની દ્વિધા અનુભવાય છે. આથી શહેરી વિસ્તારમાંથી હેલ્મેટ નાબૂદ કરવો જોઈએ, તેવી શહેરી વિસ્તારની પ્રજાની માગણી છે.
શહેરી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ્દ કરવા રાજકોટના યુવાનનો અનોખો વિરોધ

Recent Comments