અમદાવાદ શહેર હોય કે, રાજ્યનું કોઈપણ શહેર રખડતી ગાયોનો અને વાંદરાઓનો ત્રાસ બધે જ છે. વાંદરાઓ તો સમજ્યા તેમને અંકુશમાં લાવી શકાતા નથી. બચકા ભરે, નુકસાન કરે, રસ્તાઓમાં વાહનવ્યવહારમાં અડચણરૂપ બને તો પણ તેનો આપણી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ રખડતી ગાયોને રોકવાનો ઈલાજ જરૂર છે તેમ છતાં માલધારીઓની બેદરકારી અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને લીધે રખડતી ગાયોનો ત્રાસ હજી સુધી સંપૂર્ણપણે રોકી શકાયો નથી. આવી ગાયોના કારણે ઘણીવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આમ શહેરીજનોને કોરોનાની સાથે સાથે રખડતી ગાયો અને વાંદરાઓનો ત્રાસ પણ સહન કરવો પડશે.