ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન(એસસીઓ)માં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આ સંગઠનને જે પણ સભ્યો માટે પોતાના પ્રાંતોમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે શાંતિપૂર્ણ ઉકેલ એ છે કે, તેમણે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે વિશ્વાસ, બિન આક્રમકતા અને સન્માન જાળવવું જોઇએ. સુરક્ષા અને શાંતિ માટેના આઠ દેશોના એસસીઓ સભ્ય દેશોમાં ભારત અને ચીન પણ સામેલ છે. મોસ્કોમાં મળેલી સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં રાજનાથસિંહે જણાવ્યું હતુંં કે, દુનિયામાં શાંતિ અને સુરક્ષા ધરાવતા અને દુનિયાની ૪૦ ટકા વસ્તી ધરાવતા એસસીઓ દેશોની માગ છે કે, આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર વિશ્વાસ, બિનઆક્રમકતા અને સહયોગનો માહોલ ઊભો કરે. અંતરો દૂર કરવા અને એકબીજાના હિતોનું રક્ષણ કરવાનો આ જ શાંતિપૂર્ણ માર્ગ છે. આ દરમિયાન ચીનના સંરક્ષણ મંત્રી વેઇ ફેંગે પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં ઊંચાઇવાળા પર્વતો પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તંગદિલી ચાલી રહી છે. મે માસમાં ગલવાન વેલીમાં હિંસક અથડામણ દરમિયાન ભારતના ૨૦ જવાનો શહીદ થયા ત્યારબાદથી અહીં સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. આ અથડામણ અંગે એવું કહેવાય છે કે ચીનના પણ ૪૦ જવાન માર્યા ગયા હતા. દરમિયાન ચીનની સેનાએ શુક્રવારના રોજ જ મોટી સંખ્યામાં ટેન્કો અને સૈન્યનો ખડકલો કર્યો હોવાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ નરવણએ લદ્દાખના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.